સાબરકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર, વિનય પટેલ નવા પ્રમુખ ચૂંટાયા

|

Feb 11, 2024 | 6:47 PM

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સામાન્ય ચૂંટણીનું મતદાન શનિવારે યોજાયુ હતુ. રવિવારે આ માટેની મતગણતરી હાથ ધરાઈ હતી. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે વિનય જંયતિભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. શનિવારે 96.73 ટકા મતદાન નોંધાયું હતું. આમ શિક્ષકોએ સંઘના હોદ્દેદારોને ચૂંટવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતુ.

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકની સંઘની ચૂંટણી હાથ ધરાઈ હતી. આ સાથે જ હવે સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષકોના નવા હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા છે. શનિવારે એટલે કે 10 ફેબ્રુઆરીએ મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં તમામ તાલુકા મથકોએ મતદાન કેન્દ્રોમાં શિક્ષકો મતદાન માટે કતારો જમાવી મતદાન કર્યુ હતુ.

રવિવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેશરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વિનય જંયતિભાઈ પટેલનો ભારે બહુમતથી વિજય થયો હતો. જ્યારે મહામંત્રી પદે ખેડબ્રહ્મા સ્ટેશન શાળાના શિક્ષક સુરેશ વિઠ્ઠલભાઈ પટેલનો વિજય થયો હતો. સહમંત્રી પદે પીનલ અતુલભાઈ પટેલની જીત થઈ હતી. આમ આ સાથે જ હવે જિલ્લાના 6 હજાર કરતા વધારે પ્રાથમિક શિક્ષકોના સંઘના નવા પ્રમુખ અને મંત્રી મળ્યા છે.

આ પણ વાંચો:  મહેસાણાઃ HSRP નકલી નંબર પ્લેટ તૈયાર કરવાનું કૌભાંડ! SOG એ મોટા જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો

ઉત્સાહપૂર્ણ મતદાન કર્યુ હતુ

શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી માટે મતદાર શિક્ષકોએ મોટી સંખ્યામાં મતદાન કરીને ઉત્સાહ દર્શાવ્યો હતો. જિલ્લામાં 6181 મતદારો પૈકી 5876 મતદારોએ મતદાન કર્યુ હતુ. આમ 96.73 ટકા મતદાન થયુ હતુ. પોશીના અને વિજયનગરમાં 92 ટકાની આસપાસ મતદાન નોંધાયું હતુ. જ્યારે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને વડાલી તાલુકાઓમાં 96 કે તેથી વધારે ટકા મતદાન નોંધાયું હતુ. આમ શિક્ષકોએ પોતાના સંઘના હોદ્દેદારોને ચૂંટવા માટે ઉત્સાહપૂર્ણ મતદાન કર્યુ હતુ. શિક્ષકોના પડતર પ્રશ્નો સહિતની સમસ્યાઓને લઈ શિક્ષક સંઘ મહત્વની ભૂમિકા ભજવતુ હોય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:27 pm, Sun, 11 February 24

Next Video