Sabarkantha : ખેડબ્રહ્માની શેઠ કે.ટી. હાઈસ્કૂલની માન્યતા રદ, વાલીઓએ સૂત્રોઉચ્ચાર સાથે કાઢી રેલી, જુઓ Video

|

Jul 11, 2024 | 5:05 PM

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આવેલી શેઠ કે.ટી હાઇસ્કુલમાં 6 થી 8 ધોરણને મળેલ ગ્રાન્ટેડની માન્યતા રદ કરવામાં આવી છે. જેના પગલે વાલીઓમાં ચિંતાના વાદળ છવાઈ ગયા છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાની સૌથી મોટી શાળા ગણાતી એવી શેઠ કે.ટી હાઇસ્કુલમાં 6 થી 8 ધોરણને મળેલ ગ્રાન્ટેડની માન્યતા રદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર શિક્ષણાધિકારીએ કેટી હાઈસ્કુલના 6 થી 8 ધોરણની માન્યતા રદ કરવાનો હુકમ આપ્યો છે.

નોન ગ્રાન્ટેડ થવાને લઈને 411 વિધાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યુ છે. ત્યારે શાળાની માન્યતા રદ કરવાના પગલે વાલીઓએ 411 વિધાર્થીઓના અભ્યાસની વ્યવસ્થાની માગ સાથે રેલી યોજાઈ હતી. વાલીઓએ સુત્રોચ્ચાર સાથે કે.ટી.હાઈસ્કુલ થી ટીપીઓ કચેરી સુધી રેલી કાઢી હતી.

411 થી વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર

જો કે ટીપીઓ ના મળતા વાલીઓ પ્રાંત કચેરીએ પહોચ્યા હતા.પ્રાંત કચેરી પહોચી પ્રાંત અધિકારીને મૌખિક રજૂઆત કરી છે. જો કે આ રેલી પોલીસ બંદોબસ્ત સાથે નીકાળવામાં આવી હતી. ખેડબ્રહ્માની કેટી હાઈસ્કુલમાં આસપાસના ગામડાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા આવતા હોય છે. ત્યારે અચાનક માન્યતા રદ થતા પ્રાથમિક ધોરણમાં અભ્યાસ કરાવતા શિક્ષકો, વિદ્યાર્થી સહિત વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

Next Video