Sabarkantha : હિંમતનગર હિંસા કેસના 9 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કોર્ટમાં રજૂ કર્યા

|

Apr 12, 2022 | 6:58 PM

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi ) પોલીસ વિભાગને કડક પગલાં લેવા સૂચના આપી છે. સાથે જ પથ્થરમારો કરનારા વ્યક્તિ બીજી વખત આવું ન કરે તે માટે દાખલો બેસાડવા મજબૂત ચાર્જશીટ ફાઈલ કરવા આદેશ આપ્યો છે. પથ્થરમારો કરનારા અને સુલેહ ભંગ કરવાના ઈરાદાઓ રાખનારા અન્ય આરોપીઓ પણ આવું કરતાં વિચારે તેવા પગલાં લેવા ગૃહ રાજ્ય પ્રધાને આદેશ આપ્યો છે.

ગુજરાતમાં(Gujarat)  હિંમતનગરમાં(Himatnagar)  રામનવમીના(Ramnavami)  દિવસે થયેલી હિંસા કેસના 9 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા છે. જો કે તે પૂર્વે પોલીસે આ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. તેમજ આ સમગ્ર પ્રકરણમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ મજબૂત ચાર્જશીટ ફાઈલ કરવા પણ તેમણે જણાવ્યું છે.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને કડક પગલાં લેવા સૂચના આપી છે. સાથે જ પથ્થરમારો કરનારા વ્યક્તિ બીજી વખત આવું ન કરે તે માટે દાખલો બેસાડવા મજબૂત ચાર્જશીટ ફાઈલ કરવા આદેશ આપ્યો છે. પથ્થરમારો કરનારા અને સુલેહ ભંગ કરવાના ઈરાદાઓ રાખનારા અન્ય આરોપીઓ પણ આવું કરતાં વિચારે તેવા પગલાં લેવા ગૃહ રાજ્ય પ્રધાને આદેશ આપ્યો છે.

દોષિતો સામે કડક કાર્યવાહી

હિંમતનગરની હિંસા બાદ રાજ્યનું ગૃહવિભાગ હરકતમાં આવ્યું છે અને હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીનો તખતો ઘડવામાં આવ્યો છે.રામનવમીના દિવસે બનેલી હિંસાની ઘટના બાદ ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે હિંમતનગરની મુલાકાત લીધી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી આ બેઠકમાં દોષિતો સામે આકરી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હોવાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું. સાથે જ દોષિતો સામે કડક કાર્યવાહી અને સમગ્ર કેસની ઝીણવટપૂર્વક તપાસની પણ વાત કરી.

આ પણ વાંચો :  Bharuch : એસપી ડો. લીના પાટીલે સપાટો બોલાવ્યો, રુઆબદાર તરીકે ઓળખાતા 20 પોલીસકર્મીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ

આ પણ વાંચો :  ગુજરાતમાં બનેલી જુથ અથડામણની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, DCP અને ACPએ રાત્રિ માર્કેટમાં ફુટ પેટ્રોલિંગ કર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:48 pm, Tue, 12 April 22

Next Video