Sabarkantha : પેપર લીક કાંડમાં ત્રણ આરોપીને અદાલતે 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

|

Dec 21, 2021 | 7:28 PM

એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે. જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં કોઇની મિલીભગતથી આ પેપર ફોડયું હોવાનું પહેલા કહેવામાં આવી રહ્યું હતું

ગુજરાતમાં(Gujarat) હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક(Paper leak)કેસમાં જયેશ પટેલ, રોનક સાધુ અને રિતેશ પ્રજાપતિને સાબરકાંઠા (Sabarkantha)કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ આ ત્રણેના 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અગાઉ બે પરિક્ષાર્થીની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં એક પરિક્ષાર્થી સાથે 12 લાખમાં પેપરનો સોદો કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા એક પરિક્ષાર્થી સાથે 5 લાખમાં પેપરનો સોદો કરવામાં આવ્યો હતો. આ લોકોની હિંમતનગરથી ધરપકડ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે. જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં કોઇની મિલીભગતથી આ પેપર ફોડયું હોવાનું પહેલા કહેવામાં આવી રહ્યું હતું. અને, પરીક્ષાના એક દિવસ પહેલા જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા.

તો આરોપી ધ્રુવ બારોટે પણ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. તો એ પણ સામે આવ્યું છે કે આરોપી દેવલ પટેલના ઘરે પેપરને પહેલા સોલ્વ કરવામાં આવ્યું હતું. અને, દેવલ પટેલને તેના સસરા મહેન્દ્રભાઇ પટેલ દ્વારા આ પેપર મળ્યું હતું. કુલ ચારથી પાંચ આરોપીઓએ પેપર સોલ્વ કર્યું હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે.

જણાવી દઈએ કે બહુચર્ચિત પેપર લીક કૌભાંડ કેસમાં પ્રાંતિજ કોર્ટે ગઈકાલે ત્રણેય આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. કિશોર આચાર્ય સહિત ત્રણેય આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે કિશોર સહિત ત્રણેય આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. મહત્વનું છે કે પેપરલીક કેસમાં પોલીસે સાણંદના કિશોર આચાર્ય સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી હતી અને સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાંથી કિશોર આચાર્યે હેડક્લાર્કનું પેપર લીક કર્યું હતું.

પેપર લીક કેસમાં જે લોકોએ પેપર મેળવ્યું હતું તેમની પણ ધરપકડ કરવાની પોલીસે તૈયારીઓ શરૂ કરી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો મેળવી છે. જેમાં ગઈકાલ સુધીમાં 77 લોકોના નામ અને સરનામાં મેળવી લેવાયા હતા. આ તમામ લોકોની ધરપકડ કરી ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા ન આપી શકે તેવી કાર્યવાહી કરાશે.એ ટલું જ નહીં પેપર ફોડવામાં સંડોવાયેલા અન્ય આરોપી ઝડપાતા પેપર મેળવનારા ઉમેદવારોની સંખ્યા હજી પણ વધી શકે છે.

આ પણ વાંચો : ગજબ : સાણંદના બોળ ગામે નામ નહિ નિશાનના આધારે બન્યા સરપંચ, જાણો વિગતે

આ પણ વાંચો : ગાંધીનગરઃ કમલમમાં AAP અને ભાજપ વચ્ચે ઘર્ષણનો મુદ્દો, AAPના 6 નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે

 

Next Video