Sabarkantha: હિંમતનગરમાં નવરાત્રી મેળાનો પ્રારંભ, એક જ સ્થળે ખલૈયાઓને મળશે આકર્ષક શણગાર, જુઓ Video

Sabarkantha: હિંમતનગરમાં નવરાત્રી મેળાનો પ્રારંભ, એક જ સ્થળે ખલૈયાઓને મળશે આકર્ષક શણગાર, જુઓ Video

| Updated on: Oct 09, 2023 | 8:26 PM

નવરાત્રીને લઈ ખેલૈયાઓ તૈયાર છે અને હવે આતુરતા ગરબાની રમઝટ કરવાની જોવાઈ રહી છે. આ પહેલા હાલમાં ખેલૈયાઓ નવરાત્રી માટે સજવા માટેના સાજ શણગારને લઈ ખરીદી કરી રહ્યા છે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા હિંમતનગર શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં નવરાત્રી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ નવરાત્રી મેળાને ખુલ્લુ મુકતા અપીલ કરી હતી કે, સ્વસહાય જૂથની મહિલાઓની પાસેથી ખરીદી કરવા સૌ આગળ આવે.

આ પણ વાંચોઃ Arvalli: પૂર્વ IPS અને ભિલોડા MLAના પત્નીને બંધક બનાવી લુંટ આચરવાનો મામલો, 3 આરોપી LCB એ ઝડપ્યા

સ્વસહાય જૂથની મહિલાઓની આર્થિક સદ્ધરતા વધે એ માટે થઈને નવરાત્રીમાં સાજ શણગારની હાથ બનાવટની અને સ્થાનિક મહિલાઓએ તૈયાર કરેલ ચીજોની ખરીદી કરવામાં આવે. આ માટે ધારાસભ્ય ઝાલાએ કહ્યુ હતુ કે, સ્થાનિક મહિલાઓની કળા અને તેમના ઉત્સાહને વધારવા માટે થઈને સૌએ આગળ આવવુ જોઈએ અને ખેલૈયાએ તેમને પ્રોત્સાહન વધારતા ખરીદી કરવી જોઈએ. મેળાને ખુલ્લો મુકવાના પ્રસંગે પાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 09, 2023 08:16 PM
g clip-path="url(#clip0_868_265)">