Rain News : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, જુઓ Video

Rain News : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: May 04, 2025 | 12:03 PM

ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠું થયું છે. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠું થયું છે. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. મોડાસા, માલપુર, મેઘરજ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં પણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, વડાલી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. જ્યારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ વરસાદ થતા બાજરી, જુવાર સહિતના પાકોને નુકસાનની ભીતિ છે.

અમદાવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જુનાપાઘર, નીલકી, વલાણા, સચાણામાં પણ જામ્યો વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે.વરસાદી માહોલમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોએ રાહત અનુભવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો