Gujarati Video : અમદાવાદના મકરબામાં આવેલા બગીચાનો અદ્યતન ટેકનોલોજીનો વૉક-વે ધોવાયો, 1 વર્ષમાં વારંવાર થીગડા મારવા પડ્યા

Gujarati Video : અમદાવાદના મકરબામાં આવેલા બગીચાનો અદ્યતન ટેકનોલોજીનો વૉક-વે ધોવાયો, 1 વર્ષમાં વારંવાર થીગડા મારવા પડ્યા

| Edited By: | Updated on: Jul 04, 2023 | 1:24 PM

અમદાવાદના મકરબા વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીથી બનાવેલો રબરનો વૉક-વે વરસાદમાં ઠેર-ઠેર તૂટ્યો છે. અહીં એક જ વર્ષમાં વારંવાર થીગડા મારવા પડયા છે. આ વૉક-વે તૂટતા જ સવાર-સાંજ વોકિંગ કરવા આવતા વૃદ્ધોને પારાવાર હાલાકી પડી રહી છે.

Ahmedabad : અમદાવાદમાં વરસાદી માહોલમાં અનેક રસ્તા ડીસ્કો-ડાંડિયા બની ગયા છે. સિઝનના પહેલા જ વરસાદમાં સ્માર્ટ નગરી જાણે ખાડા નગરીમાં ફેરવાઈ ગઈ છે. રસ્તાની સાથે જ હવે બગીચાના વૉક-વે પણ ધોવાઈ ગયા છે. અમદાવાદના મકરબા વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીથી બનાવેલો રબરનો વૉક-વે વરસાદમાં ઠેર-ઠેર તૂટ્યો છે. અહીં એક જ વર્ષમાં વારંવાર થીગડા મારવા પડયા છે. આ વૉક-વે તૂટતા જ સવાર-સાંજ વોકિંગ કરવા આવતા વૃદ્ધોને પારાવાર હાલાકી પડી રહી છે. કેટલાક લોકો તો ખાડામાં પગ મૂકતા જ પડી જાય છે.

આ પણ વાંચો- Gir Somnath: હિરણ-2 ડેમ 86 ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, જુઓ Video

સ્થાનિકો અહીં નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. રુપિયા 5.50 કરોડના ખર્ચે થયેલું નિર્માણકાર્ય તૂટતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તો વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર હાજી મિર્ઝાએ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કરોડોનું કામ એક જ વર્ષમાં બગડી જાય તે પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય છે. આ મુદ્દે દોષિતો સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ લોકોની માગ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો