અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ આઠેક માસમાં જ પાણીમાં
ગુજરાત અને રાજસ્થાનને જોડતી સરહદો પર રહેલી આરટીઓ ચેક પોસ્ટ બંધ કરી દેવાયા બાદ હવે હાલત ખંડેર બની છે. અદ્યતન તૈયાર કરવામાં આવેલી અંબાજી ચેકપોસ્ટ ચાર વર્ષથી બંધ હોવાને લઈ તે હવે ધૂળ ખાઈ રહી છે. તો રૂમના બારી બારણાં પણ ચોરાઈ ગયા છે. તો અસામાજીક તત્વો દ્વારા તેને તોડફોડ કરીને નુક્સાન પહોચાડવામાં આવ્યુ છે.
ગુજરાત રાજ્યમાં મોટાભાગની ચેકપોસ્ટને વર્ષ 2019માં નવીન બનાવવામાં આવી હતી. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે આરટીઓ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ હવે તે ચેકપોસ્ટને બંધ કરી દેવામાં આવી છે. માત્ર આઠેક મહિના જ અદ્યતન નવી ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી હતી. આમ બીન વપરાશ હેઠળ રહેતા અદ્યતન આરટીઓ ચેકપોસ્ટ હવે ધૂળ ખાવા લાગી છે અને સ્થિતિ ખંડેર જેવી નજર આવવા લાગી છે.
અંબાજી નજીક આવેલી ચેકપોસ્ટના પણ આવા જ હાલ છે. અહીં પણ ચેકપોસ્ટને તૈયાર કરવામાં આવી હતી અને જે પણ બંધ કરી દેવાને લઈ કરોડોનો ખર્ચ હવે ખંડેર રુપે જોવા મળી રહ્યો છે. લોકો બારી બારણા ચોરી જવા સાથે અસામાજીક તત્વો દ્વારા તેમાં તોડફોડ કરવામાં આવી છે. તો વળી અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરીએ કહ્યુ છે, કે, આ મિલકતને યોગ્ય કચેરીઓ માટે સોંપવામાં આવે તો છાપરા જેવી સ્થિતિમાં ચાલતી કચેરીઓને સારી સુવિધા મળી શકે છે.
આ પણ વાંચોઃ રોકાણકારો ફરી રડ્યા! અમદાવાદની કંપની સામે છેતરપિંડી આચર્યાની ઈડર પોલીસે ફરિયાદ નોધી
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
