Surat: 2 હજારની નોટ બંધ થવાને લઈ સુરતના નાના હીરા વેપારીઓને થશે અસર?, જુઓ Video

|

May 20, 2023 | 5:05 PM

2 હજારની નોટ બંધ થવાને લઈ સુરતના નાના હીરા વેપારીઓને અસર થશે જોકે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કારખાનાને સીધી અસર થશે તેવું સંચાલકોનું કહેવું છે.

RBI દ્વારા 2 હજારની નોટ બંધ થવાની વાતને લઈ કેટલાક લોકોએ આ નિર્ણયને આવકાર આપ્યો છે તો કેટલાક લોકોએ આ નિર્ણયને મુશ્કેલી જનક દર્શાવ્યો છે. મહત્વનું છે કે 2000ની નોટને લઈ મોટી રકમ સંગ્રહ કરવામાં સરળતા રહેતી હોય છે. બીજી તરફ કેટલાક ઉદ્યોગો માટે આ 2000ની નોટ વ્યવહારમાં લેવાતી પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા તમામ વ્યવહાર બેન્ક મારફતે કરવામાં આવતા આવા એકમોને 2000 ની નોટ બંધ થવાને લઈ કોઈ નુકશાન નહીં થયું હોવાનું પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો : સુરતમાં ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો, ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી

Tv9 દ્વારા સુરતના નાના હીરા વેપારીઓને આમાં ક્યાં પ્રકારની અસર થઈ તેને લઈ પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કારખાનાને આ નિર્ણયને કારણે સીધી અસર થશે. બીજી તરફ દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતું કે મોટા વ્યક્તિ પાસે રહેલ રૂપિયા બહાર કાઢવા માટે આ એક પ્રયાસ હોય તેવું અનુમાન છે. જેથી હવે માધ્યમ વર્ગના પેમેન્ટ માટે મુશ્કેલી ઉભી થશે. ગામડાઓના હીરાના કારખાનામાં વ્યક્તિઓ માટે છૂટક રૂપિયા માટે મુશ્કેલી થઇ શકે છે. તેવી વાત પણ સામે આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video