શું 2000 રુપિયાની નોટ બંધ થઈ જવાની છે? RBIએ ટ્વીટ કરી કર્યો ખૂલાસો
સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે અને તેના લીધે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરવી પડી છે. સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાઈરલ થઈ રહ્યો છે કે કાશ્મીર મુદ્દાને લઈને હવે આરબીઆઈએ પોતાના અધિકારીઓની રજા રદ કરી દીધી છે. આરબીઆઈ મોટો નિર્ણય કરી શકે અને 2000ની નોટ પણ બંધ થઈ શકે છે. Web Stories […]
સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે અને તેના લીધે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરવી પડી છે. સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાઈરલ થઈ રહ્યો છે કે કાશ્મીર મુદ્દાને લઈને હવે આરબીઆઈએ પોતાના અધિકારીઓની રજા રદ કરી દીધી છે. આરબીઆઈ મોટો નિર્ણય કરી શકે અને 2000ની નોટ પણ બંધ થઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વરસાદના વિરામ વચ્ચે રાજ્યભરમાં રોગચાળાએ માથું ઉચક્યું, નાયબ મુખ્યપ્રધાને આપ્યું આ નિવેદન
આ મેસેજ ઝડપથી ઈન્ટરનેટની દૂનિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આરબીઆઈનું નામ હોવાથી અંતે આરબીઆઈએ પણ આ બાબતે સ્પષ્ટતા કરવી જ પડી હતી. આરબીઆઈએ આ વાતને લઈને એક ટ્વીટ કર્યું અને લોકોને માહિતી આપી.
There are social media reports about cancellation of RBI officers' leave/LFC. It is clarified that this information is not correct and no such order has been issued by the RBI.
— ReserveBankOfIndia (@RBI) August 17, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આરબીઆઈએ લોકોને આ અફવાથી દૂર રહેવા કહ્યું છે. ટ્વીટ કરીને આરબીઆઈએ કહ્યું કે સોશિયલ મીડિયામાં એવા અહેવાલો છે કે આરબીઆઈના અધિકારીઓની રજા રદ કરી દેવાઈ છે. આ માહિતી ખોટી અને આરબીઆઈના તરફથી આવો કોઈ જ ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યો નથી. આમ આરબીઆઈના જવાબથી સ્પષ્ટ થાય છે કે લોકોને ભ્રામક દિશામાં દોરવા માટે આ મેસેજ તૈયાર કરાયો છે. આ મેસેજ લોકો એકબીજાને ફોરવર્ડ પણ કરી રહ્યાં છે. આમ ખાતરી કર્યા બાદ જ કોઈ મેસેજને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કે પોસ્ટ કરવો જોઈએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]