Gujarati video : મુંબઈની જેમ જ હવે વડોદરામાં પણ જાહેરમાં થુકનારાની ખેર નથી, CCTVથી ટ્રેક કરીને ફટકારાશે દંડ

|

May 15, 2023 | 1:58 PM

વડોદરાના (Vadodara) માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરા થકી રસ્તા પર થૂંકાનારા લોકો પર બાજ નજર રખાઈ રહી છે. વડોદરા કોર્પોરેશને એક જ દિવસમાં 33થી વધારે વાહન ચાલકોને દંડની નોટિસ ફટકારી છે.

સંસ્કાર નગરી હવે સ્વચ્છતામાં શિરમોર બનવા તરફ આગળ વધી રહી છે. વડોદરા મહાનગરપાલિકાએ સ્વસ્છતા સર્વેક્ષણમાં સુધારો કરવા જાહેરમાં કચરો ફેંકનારા કે પાન-ગુટખા ખાઈને થૂંકનારા (Spit) તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં હવે જાહેરમાં થુંકનારાની હવે ખેર નથી.

વડોદરાના (Vadodara) માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરા થકી રસ્તા પર થૂંકાનારા લોકો પર બાજ નજર રખાઈ રહી છે. વડોદરા કોર્પોરેશને એક જ દિવસમાં 33થી વધારે વાહન ચાલકોને દંડની નોટિસ ફટકારી છે. આ સાથે જ લોકોને કચરો જેમ-તેમ ન ફેંકવા અને જાહેરમાં થૂંકીને ગંદકી ન કરવા પણ તંત્રએ અપીલ કરી છે.

આ પણ વાંચો- Gujarati Video : જૂનાગઢમાં ગિરનાર પર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ કરાઈ

અગાઉ રાજકોટ અને અમદાવાદમાં પણ આ પ્રકારે જાહેરમાં થુંકનારાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પછી હવે વડોદરામાં પણ આ પ્રકારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં આ પહેલથી સ્વચ્છતામાં સુધાર લાવવાનો હેતુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video