રાજકોટમાં બસ પોર્ટ બાંધનાર નીકળ્યો જાદુગર ! વગર વરસાદે વરસી રહ્યું છે પાણી, ખર્ચેલા રૂ. 145 કરોડ વહ્યાં પાણીમાં, જુઓ વીડિયો

રાજકોટમાં બસ પોર્ટ બાંધનાર નીકળ્યો જાદુગર ! વગર વરસાદે વરસી રહ્યું છે પાણી, ખર્ચેલા રૂ. 145 કરોડ વહ્યાં પાણીમાં, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 12, 2024 | 2:28 PM

રાજકોટમાં 145 કરોડના ખર્ચે તૈયાર કરેલા બસ પોર્ટની દુર્દશા સામે આવી છે. બસ મથકના વેઈટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકી રહ્યુ છે. તેમજ મુસાફરોને પાણી પીવા માટે પરબ છે પરંતુ પરબમાં પાણી નથી આવતુ.

રાજકોટનું મુખ્ય બસ મથક જેની તુલના એરપોર્ટ સાથે કરાતી હતી એટલા માટે જ આ બસ મથકનું નામ બસ પોર્ટ રાખવામાં આવ્યુ છે. પરંતુ 145 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બસ પોર્ટની દુર્દશા સામે આવી છે. રાજકોટ બસપોર્ટમાં મુસાફરો જ્યાં બેસે છે તે જ વેઇટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકી રહ્યું હતું છે. જેને લીધે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ટપકતા પાણીને એકઠુ કરવા ડોલ મુકવાની નોબત આવી છે. આતો બસબોર્ટની અંદરની વાત થઈ બસપોર્ટની બહાર તો એનાથી પણ કપરી સ્થિતિ છે. બસપોર્ટના એન્ટ્રી ગેટ પાસે ગટરના પાણી ભરાયેલા છે. મુસાફરોએ જોઈ-જોઈને ચાલવું પડે છે. જાણે ચોમાસામાં પાણી ભરાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. બીજી તરફ પાણીની પરબમાં પાણી નથી આવતુ. જેના પગલે મુસાફરોને પાણી ખરીદવુ પડે તેવી સ્થિતિ પેદા થઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો