Ahmedabad : લાખોના દાગીના ભરેલી બેગ જોતજોતામાં ઉઠાવી ગયો ઠગ, જુઓ ગીતા મંદિર બસ ડેપોના CCTV દ્રશ્યો

Ahmedabad : ગીતા મંદિર બસ ડેપોથી બસમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિ પાસેથી એક બેગ ચોર ઉઠાવી ગયો હતો. આ બેગમાં લાખોના દાગીના હતા. જેની તપાસ હાથ ધરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 8:45 AM

અમદાવાદમાં ગીતામંદિર એસટી બસમાંથી દાગીના ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માણેકચોકમાં આવેલી કે.અશ્વિન આંગડિયા પેઢીમાં દાગીના લાવવા લઇ જવાનું કામ કરતા વ્યક્તિ સાથે આ ઘટના ઘટી હતી. આ વ્યક્તિ એટલે કે બળવંતસિંહ રાજપૂત ગુરુવારે અમદાવાદ ધાનેરા બસમાં બેઠા હતા. સવારના સમયે પોતાની સાથે પેઢીમાં કામ કરતા અન્ય કર્મી તેઓ મુસાફરી કરી રહ્યા હતા. બંને જણા મહેસાણા, પાલનપુર અને ડીસા ખાતેની પેઢીમાં દાગીના આપવા માટે એસટી બસમાં બેઠા હતા.

બસ સ્ટેશનની બહાર નીકળતા જ તેઓને પોતાની પાસેનો દાગીના ભરેલો એક થેલો ન હોવાનું ધ્યાને આવ્યું હતું. આ દરમિયાન બસ રોકીને તપાસ કરી હતી. પરંતુ થેલો મળ્યો ન હતો. ફરિયાદીના થેલામાં 18.42 લાખની કિંમતના 327 ગ્રામ સોનાના દાગીના અને 4 કિલો 118 ગ્રામ ચાંદીના દાગીના હતા. તપાસ કરતા થેલો ચોરી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે ભોગ બનનારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. જેમાં થેલો લઈને પસાર થઈ રહેલો શખ્સ દેખાઈ રહ્યો છે. જેને શોધવાની તજવીજ ચાલી રહી છે..

આ પણ વાંચો: આજે સુરત કોર્ટમાં હાજરી આપશે રાહુલ ગાંધી, કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ કરેલી છે ફરિયાદ: જાણો શું છે મામલો

આ પણ વાંચો: ગ્રેડ પે મામલે ઉશ્કેરણી જનક પોસ્ટ કરનાર કર્મચારી કે સામાન્ય માણસ સામે થશે કાયદેસરની કાર્યવાહી: ગુજરાત DGP

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">