આજે સુરત કોર્ટમાં હાજરી આપશે રાહુલ ગાંધી, કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ કરેલી છે ફરિયાદ: જાણો શું છે મામલો

આજે સુરત કોર્ટમાં હાજરી આપશે રાહુલ ગાંધી, કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ કરેલી છે ફરિયાદ: જાણો શું છે મામલો
Rahul Gandhi will appear in Surat court today in a defamation suit against Modi Samaj

કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણીની રેલીમાં રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી. જેમાં મોદી સમાજ વિશે ટિપ્પણી કરવા બદલ પુર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી. માનહાનીના કેસમાં આજે રાહુલ સુરત કોર્ટમાં હાજર રહેશે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Oct 29, 2021 | 8:11 AM

માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) શુક્રવાર એટલે કે આજે સુરત કોર્ટમાં હાજર થવાના છે. મોદી સમાજ વિરુદ્ધ કથિત અસભ્ય ટિપ્પણી મામલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં (Surat Court) હાજરી આપશે. શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર રહીને નિવેદન લખાવવા માટે સુરત કોર્ટે રાહુલ ગાંધીને હુકમ કર્યો છે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સમાજ અંગે ટિપ્પણી કરી હતી. જેને લઇને રાજ્યના હાલ કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં સ્થળ તપાસ અને ઊલટ તપાસ પૂર્ણ થઇ ચૂકી છે.

ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી પર “મોદી અટકની ટિપ્પણી” પર દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં રાહુલનું નિવેદન નોંધવામાં આવશે. એ.એન. દવેની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કોર્ટમાં બે સાક્ષીઓના નિવેદન બાદ રાહુલને 25 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. રાહુલ અગાઉ 24 જૂને કોર્ટમાં હાજર થયા હતા.

શું છે સમગ્ર મામલો

આ મામલો 13 એપ્રિલ, 2019 ના રોજ પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણીની રેલીમાં રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી. જેમાં રાહુલે કહ્યું હતું કે “મોદીના નામે બધા ચોર કેમ છે, પછી તે નીરવ મોદી હોય, લલિત મોદી હોય કે નરેન્દ્ર મોદી?”. આ બાબતને લઈને સુરતના નેતા અને હાલના કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે અરજી કરી હતી. કોંગ્રેસ નેતાના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું, “બંને સાક્ષીઓના કોર્ટમાં નિવેદનો પછી રાહુલ ગાંધીનું નિવેદન નોંધવામાં આવશે. રાહુલ ગાંધીને બે સાક્ષીના નિવેદન પર ખુલાસો આપવાનો અધિકાર પણ અપાશે. શુક્રવાર એટલે કે આજે બપોરે 3 વાગ્યા પછી તેમના નિવેદનો નોંધવામાં આવશે.

જણાવી દઈએ કે અહેવાલો અનુસાર આ કેસમાં સાક્ષીમાં બે લોકો વિડીયો ટીમના છે. ભાષણનું સમગ્ર વિડિયો રેકોર્ડિંગ વિડિયો કેમેરામાંથી કોમ્પ્યુટર પર કોપી કરવામાં આવ્યું છે. જેની કોપી કોર્ટમાં પણ આપવામાં આવી છે. પૂર્ણેશ મોદી જે હવે રાજ્યના કેબિનેટ મંત્રી છે તે પણ શુક્રવારે બપોરે કોર્ટમાં હાજર થશે.

આ પણ વાંચો: મેયરની માનવતા: રૂફટોપ ખોલીને ગાડીમાં ઉભેલી બાળકીનો થયો એવો અકસ્માત કે પરિવાર હેબતાઈ ગયો, જાણો પછી શું થયું

આ પણ વાંચો: NSA અજિત ડોભાલની ચેતવણી, કહ્યું ખતરનાક વાયરસને જાણી જોઇને હથિયાર બનાવવું ચિંતાનો વિષય, ભારતે બનાવવી પડશે નવી રણનીતિ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati