રાજકોટના તંત્રએ આગામી 2 દિવસમાં બિસ્માર રસ્તાઓના સમારકામ કરવાની આપી ખાતરી

|

Sep 19, 2022 | 5:05 PM

રાજકોટમાં (Rajkot) ચોમાસાના ભારે વરસાદ બાદ રોડ-રસ્તાઓ (Road) બિસ્માર બની ગયા છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ આ અંગે તંત્રને વારંવાર રજુઆત પણ કરી હતી.

સમગ્ર રાજકોટ (Rajkot) શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ વાહનચાલકો બિસ્માર રસ્તાઓની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ચોમાસુ (Monsoon 2022) અંત તરફ છે અને ઝડપથી રસ્તાઓનું (Road) સમારકામ શરૂ થાય તેવી લોકો માગ કરી રહ્યા છે. ત્યારે લોકોની માગણીને ધ્યાને લઇને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ લોકોને ખાડા પુરવાની બાંહેધરી આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આગામી 2 દિવસમાં જ રસ્તાઓનું સમારકામ હાથ ધરવાની ખાતરી આપી છે.

વરસાદ બાદ રોડ-રસ્તાઓની સ્થિતિ ખરાબ

રાજકોટમાં ચોમાસાના ભારે વરસાદ બાદ રોડ-રસ્તાઓ બિસ્માર બની ગયા છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ આ અંગે તંત્રને વારંવાર રજુઆત પણ કરી હતી. સ્થાનિકોનું કહેવુ છે કે શહેરના તમામ મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા પડવાને કારણે તેમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. પરિણામે લોકોને રોડ પરથી પસાર થવામાં હાલાકી તો ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત ગંદકીને કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રોડ રિપેરિંગ કર્યાના થોડા દિવસોમાં સ્થિતિ ફરી જેમની તેમ થઇ જાય છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે.

2 દિવસમાં રસ્તાઓનું સમારકામ કરવાની ખાતરી

વરસાદને કારણે રોડ-રસ્તાની હાલત ખૂબ જ ખરાબ દયનીય બની ગઇ છે. જેના કારણે ખાસ કરીને વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, આવનારા 2 દિવસમાં રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવશે અને નવરાત્રિ સુધીમાં તમામ રસ્તાઓને રિપેર કરી દેવામાં આવશે.

Next Video