ગુજરાતમાં વધતી જતી દીપડાની સંખ્યાએ ચિંતા વધારી, 6 વર્ષમાં દીપડાની વસતીમાં 63 ટકાનો વધારો, જૂઓ Video

|

Aug 07, 2023 | 12:45 PM

વનવિભાગ દર ચાર વર્ષે દીપડાની વસતીની ગણતરી હાથ ધરે છે. જે અંતર્ગત હાથ ધરાયેલા સર્વેમાં સામે આવ્યું કે, છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાં દિપડાની વસતીમાં 63 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં દીપડાની (Leopard) સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આ સંખ્યા માનવ વસતીવાળા વિસ્તારોમાં ચિંતા ઉભી કરી રહી છે. વનવિભાગે (Forest Department) તાજેતરમાં કરેલા સર્વે મુજબ રાજ્યમાં દીપડાની વસતી વધીને 2,274 પર પહોંચી છે. વનવિભાગ દર ચાર વર્ષે દીપડાની વસતીની ગણતરી હાથ ધરે છે. જે અંતર્ગત હાથ ધરાયેલા સર્વેમાં સામે આવ્યું કે, છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાં દિપડાની વસતીમાં 63 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2016માં કરાયેલા સર્વેમાં દીપડાની સંખ્યા 1,395 જોવા મળી હતી. જે 2023માં વધીને 2274 પર પહોંચી છે.

આ પણ વાંચો- Gujarati Video: સુરતમાં ટુ-વ્હીલર પર સ્ટંટનો વધુ એક વિડીયો આવ્યો સામે, નંબર પ્લેટના આધારે પોલીસે યુવકોની શોધખોળ હાથ ધરી

ગીચ વસતીમાં દીપડાની હાજરી ચેતવણીરૂપ

જૂનાગઢ, સુરત, ગીર, સોમનાથ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જેવા જિલ્લામાં દીપડાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. જ્યારે ભરૂચ અને અમદાવાદ જેવા વિસ્તારો કે જ્યાં માનવીય રહેઠાણો છે, ત્યાં દીપડો જોવા મળ્યો છે. ગીચ વસતીમાં દીપડાની હાજરી ચેતવણીરૂપ છે.

દીપડાઓની વસતીમાં આશ્ચર્યજનક વધારો

રાજ્યમાં દીપડાની સૌથી વધુ વસ્તી જૂનાગઢમાં 578 છે, જે 2016માં 374 હતી. જ્યારે ગીરમાં 2016માં 111ની સંખ્યા વધીને 257 પર આંકડો પહોંચ્યો છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને સુરતમાં સરેરાશ 20 ટકા વધારો જોવા મળ્યો. બોટાદ સિવાય મોટાભાગના જિલ્લાઓમાં દીપડાની વસતી છે. સૌરાષ્ટ્રમાં 2016માં 700 દીપડા હતા, જે આંકડો વધીને 1,395એ પહોંચ્યો છે. તેમાંથી લગભગ જૂનાગઢ અને ગીર સોમનાથમાં 465 દીપડા હતા. દિપડાની વસતી ગણતરી માટે અધિકારીઓની ટીમ બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં સામે આવ્યું કે રાજ્યમાં દીપડાઓની વસતીમાં આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો છે.

દીપડો એક સમયે દક્ષિણ એશિયા અને આફ્રિકામાં જોવા મળતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી દિપડાનું સ્થાન બદલાયું છે. ભારત, પાકિસ્તાન, મલેશિયા અને ચીનમાં પણ દીપડા જોવા મળે છે. ભારતમાં 2002માં દીપડાની વસતી અંદાજે 10,000 હોવાનું અનુમાન છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 63 ટકાનો વધારો જોવા મળ્યો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video