લો બોલો ! ડાંગ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારને લઈને ભાજપના જ બે જૂથ આમને-સામને, જુઓ VIDEO
ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપનું (BJP) શાસન હોવા છતાં વિકાસ કામોને લઈને ભાજપના સદસ્યોમાં જૂથવાદ ઉગ્ર સપાટીએ પહોંચ્યો છે. જેને લઇને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
Dang : ડાંગ જિલ્લા પંચાયતમાં (Dang Jilla panchayat) ભ્રષ્ટાચારને લઈને ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા છે. મનરેગા અને 15માં નાણાપંચના કામોને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ડાંગ જિલ્લા પંચાયતના 18 સભ્યોમાં માત્ર એક જ કોંગ્રેસનો (Congress) સભ્ય છે, 17 સભ્યોની બહુમતી હોવા છતાં જિલ્લા પંચાયતમાં કામકાજ ફાળવણી મુદ્દે અંદરોઅંદર ખેંચતાણ જોવા મળી રહી છે.
15માં નાણાંપંચના કામોમાં ગેરરીતિના આક્ષેપ
સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ લાલજી ગામીત સહિત પાંચ સભ્યોએ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત, બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીત અને સભ્ય હરીશ બચ્છાવ વિરુદ્ધ મનરેગાના (manrega) કામો તેમજ 15માં નાણાંપંચના કામોમાં ગેરરીતિના આક્ષેપ કરી જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી છે.
જિલ્લા પંચાયતના સભ્યએ કોંગ્રેસનું કાવતરૂ ગણાવ્યુ
ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપનું (BJP) શાસન હોવા છતાં વિકાસ કામોને લઈને ભાજપના સદસ્યોમાં જૂથવાદ ઉગ્ર સપાટીએ પહોંચ્યો છે. જેને લઇને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાલ તો જેમની પર ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે તે જિલ્લા પંચાયતના સભ્ય હરીશ બચ્છાવ સમગ્ર મામલો કોંગ્રેસ પ્રેરિત હોવાનું જણાવી પોતાની જવાબદારીથી છટકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.