વડોદરામાં સોમાતળાવ પાસે રિક્ષા પર મસમોટુ હોર્ડિંગ પડવાના ભયાનક CCTV આવ્યા સામે, રિક્ષા ચાલકનુ મોત- જુઓ Video

રાજ્યમાં ગઈકાલે સાંજે આવેલા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં હોર્ડિંગ ધરાશાયી થયા હતા. ક્યાંક વીજ પોલ પડી ગયા તો ક્યાંક વૃક્ષો પણ જમીનદોસ્ત થયા છે. સોમાતળાવ વિસ્તારમાંથી હોર્ડિંગ ધરાશાયી થવાના ભયાનક વીડિયો સામે આવ્યો છે. અચાનક મસમોટુ હોર્ડિંગ પડવાથી રિક્ષાચાલકનું મોત થયુ છે.

| Edited By: | Updated on: May 06, 2025 | 6:38 PM

છેલ્લા બે દિવસથી રાજ્યમાં મીની વાવાઝોડા જેવો માહોલ છે. ગઈકાલે રાત્રે વડોદરામાં પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં વાવાઝોડાએ વેરેલા વિનાશની અનેક તસવીરો સામે આવી છે. જેમા સોમાતળાવ વિસ્તારમાં વિશાળકાય હોર્ડિંગ ધરાશાયી થતા રિક્ષાચાલકનું મોત થયુ છે. અહીં વીડિયોમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગ નીચે ઉભેલી રિક્ષા પર અચાનક હોર્ડિંગ ધરાશાયી થાય છે. અકાએક ઉપરથી મસમોટુ હોર્ડિંગ પડવાથી રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી જાય છે અને અંદર રહેલા રિક્ષા ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. જો કે સારવાર મળે તે પહેલા જ રિક્ષાચાલકનું મૃત્યુ નિપજ્યુ હતુ.

આ તરફ વડોદરાની નરસિંહજી પોળમાં આવેલુ બે માળનું જર્જરીત મકાન ધરાશાયી થયુ હતુ. જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ મકાનને અગાઉ કોર્પોર્શન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આજે બપોરે મકાનની આગળનો ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેના કારણે મકાન નીચે પાર્ક કરેલી એક બાઈક કાટમાળમાં દબાઈ જતા ફાયર બ્રિગેડે બહાર કાઢી હતી.

આ તરફ ગઈકાલે રાત્રે ફુંકાયેલા તોફાની પવનને કારણે શહેરમાં 200 જેટલા વૃક્ષોનો સોથ બોલી ગયો છે. ફાયર બ્રિગેડની 12 થી વધુ ટીમો સતત કામ કરી રહી છે. ઈલોરા પાર્ક વિસ્તારમાં ઈલેક્ટ્રીક વાયર તૂટવાથી એક યુવકનું મોત થયુ હતુ. કિર્તિ સ્તંભ પાસે બસના કંડક્ટરને કરંટ લાગતા તેનુ પણ મોત નિપજ્યુ હતુ. જ્યારે માંજલપુરમાં રિક્ષા પર હોર્ડિંગ પડતા રિક્ષાચાલકનું મોત થયુ હતુ. શહેરમાં 200 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે જેમા અનેક વાહનોને નુકસાન થવા પામ્યુ છે. આ તરફ ત્રણ સ્થળોએ વીજપોલ તૂટી જતા બે દુકાનમાં આગ લાગી હતી.

Input Credit- Anjali Ojha- Vadodara 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:37 pm, Tue, 6 May 25