Gujarati Video : ભાવનગરમાં લાંચના કેસમાં RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયોની કરી અટકાયત

|

Jul 06, 2023 | 9:45 AM

ભાવનગરમાં રૂપિયા એક લાખની લાંચ કેસમાં ફોરેસ્ટ ઓફિસર અને વચેટિયાની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદ બાદ ACBએ બંને આરોપી સામે કાર્યવાહી કરી છે. ACBએ છટકુ ગોઠવીને લાંચની રકમ સાથે RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયા ધવલ પ્રજાપતિની અટકાયત કરી હતી.

Bhavnagar : દેશ-દુનિયામાં અને આપણી આસપાસ આપણે ઘણી વાર ભ્રષ્ટાચારના બનાવ સામે આવે છે. ભાવનગરમાં રૂપિયા એક લાખની લાંચ કેસમાં ફોરેસ્ટ ઓફિસર અને વચેટિયાની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદ બાદ ACBએ બંને આરોપી સામે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : Bhavanagar : ડમી કાંડ બાદ વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ, 10 થી વધુ લોકોએ ગેરરીતિ આચરીને મેળવી નોકરી

RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયાની અટકાયત

ACBએ છટકુ ગોઠવીને લાંચની રકમ સાથે RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયા ધવલ પ્રજાપતિની અટકાયત કરી હતી. ગાંધીધામમાં લાકડાના ગોડાઉનમાં ખોટી ફરિયાદ કરવા લાંચ માંગી હતી. ફરિયાદી પાસે વચેટિયાએ પણ રૂપિયાની માગ કરવામાં આવી હતી. લાંચના રૂપિયા ન આપે તો ગોડાઉન સીલ કરવાની ધમકી આપી હતી.

આણંદના રાજુપુરા ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયો

તો બીજી તરફ આ અગાઉ આણંદના રાજુપુરા ગ્રામ પંચાયતના તલાટીને 21 હજારની લાંચ(Bribe) લેતા ACBએ રંગે હાથે ઝડપ્યો હતો. જેમાં સમગ્ર ઘટનામાં આણંદના રાજુપુરા ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ મળેલી લાંચની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું.

ભાવનગર  અને ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:23 pm, Wed, 5 July 23

Next Video