Valsad: મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસી પહોંચ્યા મામલતદાર ઓફિસ, રજિસ્ટર ઓફિસની કામગીરીનું કર્યુ સરપ્રાઇઝ ચેકિંગ

|

Feb 11, 2022 | 2:11 PM

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદારની ઓફિસમાં આવેલા અરજદારોને ઓફિસમાં કોઈ પૈસા માગે છે કે કેમ તેવી પુછપરછ પણ કરી હતી. જો કે પૈસાની માગણી થતી હોય તેવી કોઇ માહિતી તેમને મળી ન હતી.

વલસાડ (Valsad)માં રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Revenue Minister Rajendra Trivedi )નો અનોખો અંદાજ સામે આવ્યો છે. મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ રિક્ષામાં સવાર થઇને વલસાડ મામલતદાર કચેરી ( Mamlatdar’s Office)ની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે રજીસ્ટર ઓફિસમાં ચાલતી કામગીરી તપાસ કરી હતી.

ગુજરાત રાજ્યના મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વલસાડની મામલતદારની કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતુ. રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને સામાન્ય માણસની જેમ જ મામલતદારની ઓફિસ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે રજિસ્ટર ઓફિસમાં આકસ્મિક મુલાકાત લીધી હતી અને રજીસ્ટર ઓફિસમાં થતી કામગીરીનું ઝીણવટપૂર્વર નિરીક્ષણ કર્યુ હતુ. રજિસ્ટર ઓફિસમાં કામકાજના સમય દરમિયાન વહીવટ કઈ રીતે છે ચાલે છે તેની તપાસ કરી હતી.

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદારની ઓફિસમાં આવેલા અરજદારોને ઓફિસમાં કોઈ પૈસા માગે છે કે કેમ તેવી પુછપરછ પણ કરી હતી. જો કે પૈસાની માગણી થતી હોય તેવી કોઇ માહિતી તેમને મળી ન હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ નાગરિક તરીકે જે પણ સમસ્યા હોય તે અરજદારને કહેવાનો હક છે, તેવુ પણ જણાવ્યુ હતુ. રાજેન્દ્ર ત્રિવેદીની આકસ્મિક મુલાકાતથી કલેક્ટર સહિતના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

ગુજરાત રાજ્યના મહેસૂલપ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એવુ નથી કે આ તેમનું સરકારી કચેરીમાં આ પહેલી વાર સરપ્રાઇઝ ચેકિંગ છે. આ પહેલા તેઓએ અમદાવાદ કલેક્ટર ઓફિસની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ કલેક્ટર કચેરીમાં થતી કામગીરીની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો-

Kutch: ભારતીય જળસીમામાં ઘુસેલી 11 પાકિસ્તાની બોટ હરામીનાળા પાસેથી ઝડપી લેવાઇ, બોટમાં સવાર માછીમારો ફરાર

આ પણ વાંચો-

મહેસાણા APMC ની આજે ચૂંટણી, 10 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાને

 

Next Video