સાબરકાંઠાઃ ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થવાનો મામલો, સારવાર દરમિયાન નિવૃત્ત પોલીસ કર્મીનું મોત

|

Feb 05, 2024 | 10:14 AM

સાબરકાંઠા જિલ્લાના ધામડી ગામે ઘરમાં ગેસ લીકેજ થવાને લઈ બ્લાસ્ટ થયો હતો. છ દિવસ અગાઉ વહેલી સવારે થયેલ બ્લાસ્ટ થવાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા નિવૃત્ત પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે ઘરમાં ગેસ લીકેજ થવાની ઘટના સર્જાઈ હતી. વહેલી સવારે નિવૃત્ત પોલીસ કર્મીએ ઘરમાં વીજળીની સ્વીચ ચાલુ કરતા જ તેમનું ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. રાત્રી દરમિયાન ઘર બંધ હોવાને લઈ ઘરમાં ગેસનો ભરાવો થયો હતો અને સ્વીચ ઓન કરતા જ સ્પાર્ક થવાથી આગ ફેલાઈ ગઈ હતી. જેને લઈ ઘરમાં રહેલા નિવૃત્ત પોલીસ કર્મી ગંભીર રીતે શરીરે દાઝી ગયા હતા.

આ પણ વાંચો: લક્ષદ્વીપ પ્રશાસક પુત્ર સિદ્ધાર્થ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે મળી ‘વિશેષ’ જવાબદારી

દાઝી જવાને લઈ તેઓ ઘરની બહાર એવી જ હાલતમાં બચાવ માટે દોડતા આવ્યા હતા. જે જોઈને સ્થાનિકોએ તેમને બચાવવા માટે મદદ કરી હતી. જોકે ગંભીર રીતે દાઝી ગયેલ હોઈ તાત્કાલીક સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડી ત્યાંથી હિંમતનગર અને બાદમાં અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યુ હોવાના સમાચાર સામે આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Video