રાજકોટવાસીઓ શનિવારે પાણી કાપ માટે રહેજો તૈયાર, શહેરના દક્ષિણ વિસ્તારમાં આ 6 વોર્ડમાં રહેશે પાણી-કાપ – VIDEO

|

Jun 27, 2024 | 1:14 PM

રાજકોટવાસીઓને ફરી પાણીકાપ માટે તૈયાર રહેવુ પડશે. ચોમાસાની શરૂઆતમાં જ શહેરીજનોને પાણી કાપ સહન કરવાનો વારો આવ્યો છે. આવતીકાલે શુક્રવાર અને શનિવાર બે દિવસ મળીને 6 વોર્ડમાં પાણીકાપ આપવામાં આવ્યો છે.

રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ શહેરમાં પાણીકાપ અપાયો છે. શહેરીજનોએ બે દિવસ પાણીકાપ સહન કરવાનો વારો આવ્યો છે. આવતીકાલે શુક્રવારે શહેરના 2 વોર્ડમાં પાણીકાપ આપવામાં આવ્યો છે. વોર્ડ નંબર 11 અને 12માં પાણી કાપ અપાયો છે. જ્યારે શનિવારે વોર્ડ નંબર 7,14,17,18માં પાણીકાપ અપાયો છે.

28 જૂને 11 અને 12 વોર્ડમાં પાણીકાપ

આવતીકાલે શુક્રવારે 28 જૂને અંબિકા ટાઉનશીપ, પુનિતપાર્ક, આકાર હાઈટ્સ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય. આ વિસ્તારના લોકોએ પાણીકાપ હોવાથી કરકસરથી પાણી વાપરવાની ફરજ પડશે.

શનિવારે વોર્ડ નંબર 7, 14, 17, 18માં પાણીકાપ

રાજકોટમાં બે દિવસ માટે કૂલ 6 વોર્ડમાં પાણી કાપ અપાયો છે. જેમા શનિવારે ઢેબર રોડ, ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, લોહાનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય. જ્યારે હસનવાડી, ગુજરાત હાઉસિંગ, સોલ્વંટ ક્વાટર્સ જેવા વિસ્તારોમાં પાણી કાપ રહેશે. ભાદર ડેમથી રીબડા સુધીની પાણીની પાઈપલાઈનમાં રિપેરીંગના કારણે આ પાણીકાપ કરવામાં આવ્યો છે.

ભાદર ડેમથી રીબડા સુધીની પાણીની લાઈનમાં લીકેજનું થશે સમારકામ

રાજકોટ શહેરને આજી, ન્યારી અને ભાદર આ ત્રણ ડેમમાંથી પાણી પુરુ પાડવામાં આવે છે. ભાદર ડેમમાંથી રિબડાના સબસ્ટેશનમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. આ લાઈન ઘણી જૂની હોવાથી તેમા લિકેજના પ્રશ્નો આવી રહ્યા હોવાથી તેના સમારકામ માટે શુક્રવાર અને શનિવારે કરવામાં આવનાર છે. જેના પગલે બે દિવસ પાણીકાપ રખાયો છે.લોકોને કોઈ અગવડ ન ઉભી થાય તેને ધ્યાને રાખી મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ જે તે વિસ્તારોમાં પાણીકાપ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. બે દિવસ દરમિયાન રાજકોટ દક્ષિણ વિસ્તારના લોકોને પાણીકાપને કારણે થોડી મુશ્કેલી સહન કરવી પડે તેવી શક્યતા જોવાઈ રહી છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:11 pm, Thu, 27 June 24

Next Video