કડી છત્રાલ રોડ પર રેશમા ફેબ્રિક નામની કંપનીમાં આગ, ફાયર સેફ્ટીની સુવિધાઓ નહીં હોવાની ચર્ચા

| Edited By: | Updated on: Nov 15, 2023 | 8:27 PM

કડી છત્રાલ રોડ ઉપર આવેલ રેશમા ફેબ્રિક નામની કંપનીમાં આગ લાગી છે. અગમ્ય કારણોસર સાંજના સમયે કંપનીના ગોડાઉનના આગ લાગતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂ પ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ છવાયો છે. આ જ કંપનીમાં બે મહિનામાં બીજી વખત આગ લાગી છે.

મહેસાણાના કડી છત્રાલ રોડ ઉપર આવેલ રેશમા ફેબ્રિક નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. સાંજના સમયે અગમ્ય કારણોસર કંપનીના ગોડાઉનના ઉપરના માળે આગ લાગી હતી. વિકરાળ આગથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. બે મહિનામાં બીજી વખત આ જ કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો : મહેસાણાના કડીમાં ભારે અવરજવર ધરાવતા રોડ પર રિક્ષાના સ્ટંટ કરાતો વીડિયો વાયરલ, જુઓ

કડી તેમજ કલોલ નગરપાલિકાના ત્રણ જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગને ઓળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કંપનીમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ નહીં હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે અગાઉ પણ આ પ્રકારની જ્યારે ઘટના ઘટી હતી ત્યારે કોઈ પ્રકારની તપાસ કરવામાં આવી છે કે કેમ તે હવે જોવું રહ્યું.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 15, 2023 08:25 PM