મહેસાણા: ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજની દુર્દશા, પુલ પર ઠેર-ઠેર ગાબડાં, જુઓ

|

Jun 18, 2024 | 6:33 PM

મહેસાણામાં આવેલ ડો બાબા સાહેબ આંબેડકર બ્રિજ લોકોને માટે ચાલુ ઓછો અને સમારકામ માટે બંધ વધારે એવી સ્થિતિ છે. અહીં ગત ફેબ્રુઆરી માસમાં બંધ કરવામાં આવેલ બ્રિજ પર હજુ પણ મોટા ગાબડાં જોવા મળી રહ્યા છે. બ્રિજનું સમારકામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે.

મહેસાણામાં આવેલ ડો બાબા સાહેબ આંબેડકર બ્રિજ લોકોને માટે ચાલુ ઓછો અને સમારકામ માટે બંધ વધારે એવી સ્થિતિ છે. અહીં ગત ફેબ્રુઆરી માસમાં બંધ કરવામાં આવેલ બ્રિજ પર હજુ પણ મોટા ગાબડાં જોવા મળી રહ્યા છે. બ્રિજનું સમારકામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે અને જેને લઈ સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યો છે.

ધારાસભ્ય મુકેશ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને હવે બ્રિજના સમારકામની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સમારકામ યોગ્ય અને ઝડપી થાય એ માટે પ્રયાસો કરવામાં આવે એવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ પણ ધારાસભ્યે કહ્યું છે. જોકે રોષ એ વાતનો સ્થાનિકોમાં વર્તાઈ રહ્યો છે કે, પ્રજાના પૈસાએ બ્રિજ બનાવવામાં આવે અને પ્રજાના પૈસા હવે રિપેર થઈ રહ્યા છે.

આ પણ વાંચો:  પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video