પાટણઃ સુજલામ સુફલામ કેનાલ દ્વારા સરસ્વતી જળાશય ભરવામાં આવ્યુ, પાણીને લઈ મોટી રાહત સર્જાશે

પાટણઃ સુજલામ સુફલામ કેનાલ દ્વારા સરસ્વતી જળાશય ભરવામાં આવ્યુ, પાણીને લઈ મોટી રાહત સર્જાશે

| Edited By: | Updated on: Feb 20, 2024 | 5:40 PM

પાટણના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુજલામ સુફલામ કેનાલ દ્વારા સસ્વતી જળાશયમાં પાણી છોડવામાં આવ્યુ છે. જેને લઈ સરસ્વતી જળાશય ભરાતા પાટણ તાલુકાના 23 થી વધારે ગામોને પાણીની રાહત સર્જાશે. જળાશયમાં પાણી ભરાવાને લઈ ભૂગર્ભ જળ પણ ઉંચા આવશે.

ઉત્તર ગુજરાતની મહત્વની યોજના સુજલામ સુફલામ કેનાલ દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી જળાશયને ભરવામાં આવ્યુ છે. સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી જળાશયમાં છોડવાને લઈ પાટણ તાલુકાના 23થી વધારે ગામોને મોટી રાહત પાણીની થશે. પાટણ તાલુકાના લોકોનો મોટી રાહત પાણીને લઈ સરસ્વતી જળાશય ભરાવાથી થશે.

આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

પાટણ તાલુકાના 23 જેટલા ગામનો સીધો લાભ સરસ્વતી જળાશય ભરાવાને લઈ થનારો છે. સરસ્વતી જળાશયમાં પાણી ભરવાને લઈ આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળ પણ ઉંચા આવનારા છે. તો વળી ખેડૂતોને પણ સિંચાઈ માટે મોટી રાહત સર્જાઈ છે. સુજલામ સુફલામ કેનાલ મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા થઈ પાટણ પહોંચી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો