Vadodara : આખરે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો અંત, પાદરા-જંબુસર રૂટ પર વધુ એક બસ ફાળવાતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

|

Feb 16, 2023 | 9:09 AM

અપડાઉન કરતા વિદ્યાર્થીઓને અનિયમિત બસને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.પરંતુ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના પ્રયાસથી આ મુશ્કેલીનો ઉકેલ આવ્યો છે.

વડોદરાના પાદરા તાલુકાના વિદ્યાર્થીઓની સમસ્યાનો અંત આવ્યો છે. અપડાઉન કરતા વિદ્યાર્થીઓને અનિયમિત બસને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.પરંતુ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના પ્રયાસથી આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે.પાદરાથી જંબુસર રૂટ પર વધુ એક બસ ફાળવવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, ધારાસભ્યએ જાતે વિદ્યાર્થીઓ સાથે એસટી બસમાં મુસાફરી કરી અને વિદ્યાર્થીઓની મુશ્કેલી જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ધારાસભ્યએ વિદ્યાર્થીઓ સાથે બસમાં મુસાફરી કરી

મહત્વનું છે કે, પાદરા ST વિભાગને વિદ્યાર્થીઓ દ્વારા અનેક વાર રજુવાત કરવામાં આવી હતી.  આ સમગ્ર મામલે પાદરાના ધારાસભ્યને ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ST વિભાગને જાણ કરવામાં આવી હતી.

આ પહેલા વડોદરા-પાદરા-જંબુસર સુધીની અનિયમીત બસ સુવિધાઓથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વડુ ગામ ચોકડી પાસે પાદરાથી જંબુસર અને જંબુસર તરફથી પાદરા-વડોદરા તરફ આવતી 25 ઉપરાંત એસ.ટી. બસો રોકી ચક્કાજામ કરી દીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ચક્કાજામના પગલે પાદરા-જંબુસર રોડ ઉપર એક કલાક જેટલો ટ્રાફિક જામ થઇ ગયો હતો.

Published On - 8:45 am, Thu, 16 February 23

Next Video