ગુડ ન્યુઝ : અમદાવાદીઓને ખાડા રાજ વાળા બ્રિજથી મળશે મુક્તિ, શહેરના 96 જેટલા બ્રિજનું થશે સમારકામ, જુઓ વીડિયો
અમદાવાદના તમામ બ્રિજની સ્થિતિ સુધરશે. જી હા આગામી સમયમાં અમદાવાદના 96 જેટલા બ્રિજનું સમારકામ કરવામાં આવશે. જે બ્રિજ પર ખાડા, તુટેલી ફૂટપાથ સહિત જરૂરી સમારકામની જરુરિયાત હશે ત્યાં સમારકામ કરવામાં આવશે. તો બ્રિજ ઉપરાંત રોડના ત્વરીત સમારકામ માટે ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય એએમસી દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદના તમામ બ્રિજની સ્થિતિ સુધરશે. જી હા આગામી સમયમાં અમદાવાદના 96 જેટલા બ્રિજનું સમારકામ કરવામાં આવશે. જે બ્રિજ પર ખાડા, ફૂટપાથની તૂટેલી દીવાલ સહિત જરૂરી સમારકામની જરુરિયાત છે. ત્યાં સમારકામ કરવામાં આવશે. તો બ્રિજ ઉપરાંત રોડના સમારકામ માટે ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આગામી દિવસોમાં સમારકામ માટે 400 કરોડના ટેન્ડર બહાર પાડી કામગીરી હાથ ધરવામાં આવશે.
તો બીજી તરફ અમદાવાદ શહેરમાં પશુમાલિકોને ચેતવણી અપાયા બાદ કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. રખડતા ઢોર નિયંત્રણની નવી પોલિસીનો આજથી કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે.કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે.જે લોકોએ લાયસન્સ વિના ઘર આંગણે ઢોર બાંધ્યા હોય તે ઢોરને પણ પૂરીને લઈ જવામાં આવી રહ્યા છે.હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશનનું તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે.
