Gujarati Video : જૂની જંત્રીના દરથી દસ્તાવેજ નોંધાવવા સબ રજીસ્ટર કચેરીમાં મિલકતધારકોનો ધસારો, ટોકન પદ્ધતિથી થાય છે દસ્તાવેજ

| Edited By: | Updated on: Feb 13, 2023 | 2:04 PM

Surat News : નવા જંત્રીના દરની ઝંઝટ અને બિલ્ડર એસોસિએશનની નારાજગી વચ્ચે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જંત્રીનો નવો દર 15 એપ્રિલ 2023થી અમલી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

જંત્રીના જૂના દર અમલી રહેતા રાજ્યમાં ફરી દસ્તાવેજ નોંધણી શરૂ થઈ છે. જંત્રીના દરમાં વધારાથી દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં બ્રેક લાગી હતી. 15 એપ્રિલથી નવી જંત્રી લાગુ પડશે. તે પૂર્વે જૂની જંત્રીના દરથી દસ્તાવેજો કરવા માટે સુરતમાં સબ રજીસ્ટર કચેરીમાં મિલકતધારકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ટોકન પદ્ધતિથી રોજના 3 સ્લોટમાં 111 દસ્તાવેજ કરવામાં આવે છે. એક સ્લોટમાં 37 મિલકતધારકોના દસ્તાવેજ થાય છે.

નવા જંત્રીના દરની ઝંઝટ અને બિલ્ડર એસોસિએશનની નારાજગી વચ્ચે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે જંત્રીનો નવો દર 15 એપ્રિલ 2023થી અમલી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બિલ્ડર્સની સતત રજૂઆત અને વિરોધ વચ્ચે રાજ્ય સરકારે પોતાનો નિર્ણય હાલ પૂરતો મોકુફ રાખ્યો છે. અગાઉ રાજ્ય સરકારે રાતોરાત એટલે કે 5મી ફેબ્રુઆરીથી જંત્રીનો નવો દર લાગુ કરી દીધો હતો.

સરકારના અચાનક નિર્ણયથી રાજ્યભરના બિલ્ડરોમાં ભારે નારાજગી ફેલાઇ હતી. બિલ્ડર્સનો દાવો હતો કે જંત્રીના પગલે મકાનો મોંઘા થશે અને પ્રજા પર ભારણ વધશે. તો બિલ્ડર્સની માગ પર સરકારે સતર્કતા દર્શાવી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને જંત્રીની અમલવારીને હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારનો દાવો છે કે પ્રજાના હીતમાં નિર્ણય કરાયો છે. ત્યારે હવે જૂના જંત્રી દર સાથે દસ્તાવેજ નોંધણી કરવાનું કામ શરુ થયુ છે.