રાજકોટ વીડિયો : નિર્માણાધીન જનાના હોસ્પિટલમાં રિફયુઝ એરિયા મુકવાનું તંત્ર ભૂલ્યું, ફાયર વિભાગે ન આપી NOC

રાજકોટ વીડિયો : નિર્માણાધીન જનાના હોસ્પિટલમાં રિફયુઝ એરિયા મુકવાનું તંત્ર ભૂલ્યું, ફાયર વિભાગે ન આપી NOC

Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 07, 2023 | 2:18 PM

કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીઓની ગંભીર ભૂલ ગણો કે પછી બેદરકારી પરંતુ જનાના હોસ્પિટલમાં રિફયુઝ એરિયા મુકવાનું તંત્ર ભૂલી ગયું છે.હોસ્પિટલના ઉદ્ધાટન પહેલા જ સામે આવેલી ભૂલને ઢાંકવા હવે વહીવટી તંત્ર દોડતું થયું છે.કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીઓની ગંભીર ભૂલ ગણો કે પછી બેદરકારી પરંતુ જનાના હોસ્પિટલમાં રિફયુઝ એરિયા બનાવવાનું તંત્ર ભૂલી ગયું છે.

રાજકોટમાં નિર્માણાધીન જનાના હોસ્પિટલના બાંધકામમાં મોટી ભૂલનો ખુલાસો થયો છે. કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીઓની ગંભીર ભૂલ ગણો કે પછી બેદરકારી પરંતુ જનાના હોસ્પિટલમાં રિફયુઝ એરિયા બનાવવાનું તંત્ર ભૂલી ગયું છે. હોસ્પિટલના ઉદ્ધાટન પહેલા જ સામે આવેલી ભૂલને ઢાંકવા હવે વહીવટી તંત્ર દોડતું થયું છે.

હવે સ્થિતિ એવી સર્જાઇ છે કે રિફ્યુઝ એરિયા જ ભૂલાઇ ગયો હોવાથી ફાયર વિભાગે NOC આપવાનું ટાળ્યું છે. જેના પગલે હવે પોતાનું પાપ છૂપાવવા અધિકારીઓ મરણીયા બન્યા છે. હવે ચોથા માળે ફરી ભાંગતોડ કરવામાં આવશે અને રિફ્યુઝ એરિયા મુકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના પ્લાન અને નકશામાં ભૂલને પગલે સરકારને વધારાનો ખર્ચો વેઠવો પડશે.એટલે કે પ્રજાના પૈસાનું અહીં પાણી થશે.રિફયુઝ એરિયામાં તંત્ર હવે લોખંડની પ્લેટ મુકવાનો નિર્ણય કરી રહ્યું છે. જેના પગલે રૂ.35થી 40 લાખનો વધારાનો ખર્ચો કરવો પડશે.આમ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ભૂલથી સરકારને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

રેફ્યુજ એરિયા શું છે ? 

કોઈ પણ બહુમાળી બિલ્ડીંગમાં અગ્નિ સલામતી અંગેના કેટલાક નિયમોનું પાલન કરીને જે જગ્યા રાખવામાં આવે છે. એટલે કે બિલ્ડિંગના ટેરેસ ફ્લોરને ” રેફ્યુજ એરિયા ” તરીકે ગણવામાં આવે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">