ઈડરીયા ગઢની સૌથી ઉંચા સ્થળો પર જોખમી સ્ટંટ કરી રીલ્સ બનાવતા યુવકો નજર આવ્યા, વીડિયો વાયરલ,જુઓ

ઈડરીયા ગઢ પર ફરી એકવાર સ્ટંટ કરતા યુવાનો જોવા મળ્યા છે. હાલમાં પ્રવાસીઓનો ધસારો રજાઓને લઈ વધારે છે, ત્યારે આવા સ્ટંટબાજો દ્વારા ઈડર ગઢ પર સ્ટંટ કરી સેલ્ફી લેતા જોવા મળ્યા છે. અગાઉ એક યુવક સેલ્ફીના પ્રયાસમાં જ મોતને ભેટ્યો હતો. આમ છતાં પણ હજુ અહીં કોઈ જ પ્રકારનો સુધારો ના થયો હોય એમ સેલ્ફી લેવા માટે જોખમી સ્ટંટ કરી રહ્યા છે. ગઢ વિસ્તારમાં કોઈ ખાસ વ્યવસ્થા રાખવામાં આવતી નહીં હોઈ આવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે.

| Updated on: Nov 15, 2023 | 6:12 PM

ઈડર ગઢ પર અગાઉ પણ સ્ટંટ કરનારાઓ નજર આવ્યા છે. અગાઉ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આમ છતાં જાણે કે સ્ટંટ કરનારોમાં જાણે કે કોઈ સુધારો થઈ રહ્યો નથી. ફરી એકવાર ગઢની શીલાઓ પર સ્ટંટ કરનારાઓ જોખમી રીતે રીલ્સ બનાવતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા છે. અન્ય પ્રવાસીઓએ આવા સ્ટંટ કરનારાઓનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પણ વાંચોઃ હિંમતનગરમાં ફટાકડાં ફોડવાને લઈ વૃદ્ધની હત્યા, 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી

ગઢ પર ના રુખી રાણીના માળિયા કહેવાતા વિસ્તારમાં જોખમી સ્ટંટ કરનારાઓનો વીડિયો વાયરલ થયો છે. જે ગઢ પર સૌથી ઉંચો વિસ્તાર છે. પર્વતની શીલાઓ પર અહીં જોખમી રીતે ઉભા રહીને કેટલાક યુવકો સેલ્ફી અને રીલ્સ બનાવતા નજર આવ્યા હતા. અહીં ગઢ પર એક યુવકનુ થોડાક મહિનાઓ પહેલા જ સેલ્ફીના પ્રયાસમાં મોત નિપજ્યુ હતુ.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">