ગુજરાતમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે : જીતુ વાઘાણી

| Edited By: | Updated on: Jan 11, 2022 | 7:13 PM

ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.

ગુજરાત(Gujarat)સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની(Vidhya Sahayak)ભરતી(Recruitment)કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

આ સિવાય શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ડિપ્લોમા કોમ્યુનિકેશનના નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, વડનગર, અમરેલી, મોરબીમાં ડિપ્લોમામાં કોમ્યુનિકેશનનો કોર્સ શરૂ કરાશે. કન્યા માટેની પોલિટેકનિક કોલેજોમાં પણ ડિપ્લોમામાં અભ્યાસક્રમ શરૂ કરાશે. તેમણે કહ્યું કે, આ કોર્ષથી પ્રધાનમંત્રી ડિજિટલ ભારતના સપનાને સાકાર થશે

આ ઉપરાંત, ગુજરાતમાં(Gujarat) અભ્યાસ કરતા કોલેજના વિદ્યાર્થીઓને(Student)નજીવી રકમે હવે ટેબલેટ(Tablet) મળવાનું શરૂ થશે. આ ટેબલેટમાં ક્ષતિ ન રહે તે માટે EPDCમાં ટેસ્ટ કરાયા હતા. રાજ્ય સરકારના આદેશ અનુસાર કેટલીક ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં આવી છે.

શિક્ષણ પ્રધાને વિલંબ બદલ વિદ્યાર્થીઓની માફી માગતા કહ્યું કે ઝડપથી જ ટેબલેટનું વિતરણ શરૂ કરાશે. દર મહિને એક લાાખ ટેબલેટ વિદ્યાર્થીઓને ત્વરિત આપવામાં આવશે.

આ પણ વાંચો : SURAT: ઉત્તરાયણના રોજ ઓવર બ્રિજ પર ટુ વ્હીલર લઈને નીકળી શકાશે નહીં, જાણો શું છે કારણ?

આ પણ વાંચો :  Ahmedabad : પતંગ પકડવા જતાં 9 વર્ષના બાળકને 11,000 કિલોવોટનો કરંટ લાગ્યો, જીવ બચાવી લેવાયો