મંદીનો માર: સુરતમાં હીરા ઉદ્યોગની મંદીના કારણે 605 વિદ્યાર્થીએ શાળા છોડી, સૌથી વધુ ડ્રોપઆઉટ વરાછા- કતારગામની શાળામાં- Video

| Edited By: | Updated on: Dec 10, 2024 | 7:18 PM

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 603 બાળકોએ શાળા છોડી દીધી છે. મોટાભાગના બાળકો સરકારી શાળામાં ભણતા હતા. છતા શાળા છોડી રહ્યા છે. ડાયમંડ યુનિયનના ઉપ પ્રમુખે જણાવ્યું છે કે ખાનગી શાળાઓનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો વધી શકે છે. રત્નકારીગરોની આર્થિક સ્થિતિ કફોડી બની છે અને તેઓ પોતાના બાળકોનું ભણતર ચાલુ રાખવામાં અસમર્થ છે. શિક્ષણ સમિતિ આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ રહી છે અને સરકારને જાણ કરશે.

સુરતમાં હીર ઉદ્યોગની મંદીની અસર રત્નકલાકારોના બાળકો પર પડી રહી છે. સરકારી શાળામાં ભણતા રત્નકલાકારોના બાળકો છોડી રહ્યા છે. દિવાળી વેકેશન બાદ 603 વિદ્યાર્થીએ LC લઈ લીધા છે. સૌથી વધુ વરાછા-કતારગામની શાળામાં ડ્રોપ આઉટ વધ્યુ છે. મફત શિક્ષણ આપતી શાળામાંથી પણ ડ્રોપ આઉટ સામે આવતા અનેક સવાલ સર્જાયા છે. શિક્ષણ સમિતિએ તપાસ કરતા હિરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીનું કારણ સામે આવ્યુ છે.

શિક્ષણ સમિતિના પ્રમુખે આ બાબતને ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે સરકાર અને શિક્ષણ વિભાગને આ બાબતે જાણ કરાશે. જો કે સમગ્ર મામલે ડાયમંડ યુનિયનના ઉપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે આ આંકડા તો માત્ર સરકારી શાળાઓના જ છે. જો ખાનગી શાળાઓમાં પણ તપાસ કરવામાં આવે તો આ આંક ખૂબ જ ઊંચો જઈ શકે છે. મંદીના મારને લીધે રત્નકલાકારો તેમના બાળકોને પણ ભણાવી શકે તેમ નથી. ત્યારે જરૂરી છે કે ડાયમંડ ઉદ્યોગમાંથી ખૂબ કમાનાર સરકાર હવે રત્નકલાકારોની મદદ કરે. અને ઉદ્યોગપતિઓ આ અંગે સરકારને રજૂઆત કરે.

હકીકતમાં મંદીની વચ્ચે અનેક રત્નકલાકારોએ વતનની વાટ પકડી છે અને એટલે જ તેઓએ શાળાઓમાંથી બાળકોના LC લઈ લીધા છે. રત્નકલાકારોનું કહેવું છે કે જો સત્વરે મદદ નહીં મળે તો તેમને અને પરિવારજનોની સ્થિતિ કફોડી બનશે. સમગ્ર મામલે રાજ્યસભા સાંસદ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ ગોવિંદ ધોળકિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે હીરા ઉદ્યોગ અનેકવાર મંદીમાં ફસાયો છે અને તેમાંથી બહાર આવ્યો છે. જો કે આ વખતની મંદીને તેમણે પણ ગંભીર ગણાવી છે. ઉદ્યોગપતિઓ તો મંદીમાંથી બહાર નીકળવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ, રત્નકલાકારોને તો હાલ બે ટંકના ભોજનના પણ ફાંફા પડી રહ્યા છે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો