Gujarati video : 2000ની નોટ પર RBIના નિર્ણય અંગે સામાન્ય પ્રજાએ આપી પ્રતિક્રિયા, જાણો જનતાએ શું કહ્યુ

| Edited By: | Updated on: May 20, 2023 | 11:52 AM

Ahmedabad News: RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બદલવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે.

રૂપિયા 2 હજારની નોટ 30 સપ્ટેમ્બર બાદ ચલણમાં નહીં રહે. RBI 2 હજારની નોટને સર્કયુલેશનમાંથી પરત લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બદલવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. RBIના નિર્ણય પર અમદાવાદની (Ahmedabad)  સામાન્ય પ્રજા અલગ અલગ પ્રતિક્રિયા આપી રહી છે. કોઇ આ નિર્ણયથી પ્રજાને કોઇ જ ફરક નહીં પડે તેવુ જણાવે છે, તો કોઇ કહે છે કે આ નિર્ણયથી કાળુ નાણુ બહાર આવશે.

આ પણ વાંચો-Narmada : રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ, 5 અલગ અલગ મુદ્દાઓ પર થશે ચર્ચા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો