Vadodara: કોરોનાના નવા 1211 કેસ નોંધાયા, ત્રીજી લહેરમાં કોરોનાથી પ્રથમ મોત થયુ

|

Jan 16, 2022 | 9:39 AM

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 79,869 ઉપર પહોંચી ગઈ છે. તો બીજી તરફ કોરોનાના 270 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 73,783 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના (Corona)ની સ્થિતિ વણસી રહી છે. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર (third wave)ની શરુઆત થઇ ગઇ છે. અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ કોરોનાના કેસ વડોદરા (Vadodara)માં જોવા મળી રહ્યા છે. વડોદરામાં ત્રીજી લહેરમાં કોરોનાથી પહેલુ મોત થયાનું સત્તાવાર રીતે નોંધાયુ છે.

વડોદરામાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. 15 જાન્યુઆરીએ વડોદરામાં કોરોનાના નવા 1211 કેસ નોંધાયા છે. તો વડોદરા ગ્રામ્યમાં કોરોનાના 87 કેસ નોંધાયા છે. 15 જાન્યુઆરીએ કોરોનાથી મોત થયુ હોવાનું પણ નોંધાયુ છે. કોરોનાની ત્રીજી લહેરમાં મોત થયાનો આ પહેલો સત્તાવાર આંકડો છે. આ સાથે જ વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 624 દર્દીના મોત થયા હોવાનું જાહેર થયુ છે.

આ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 79,869 ઉપર પહોંચી ગઈ છે. તો બીજી તરફ કોરોનાના 270 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 73,783 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

મહત્વનું છે કે 15 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના નવા 9177 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે સાત દર્દીઓનાં મોત થયા છે. તો એક જ દિવસમાં 5,404 લોકો કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 2,621 કેસ, તો સુરતમાં 2,215 કોરોનાના નવા કેસ અને વડોદરા પણ 1,211 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ

પૂનમે ભક્તોની ભીડ ઉમટવાની સંભાવનાને પગલે રાજ્યના કેટલાક મંદિરો રહેશે બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

આ પણ વાંચોઃ

Chhota Udepur: ST ડેપોમાં એક વર્ષના બાળકને ત્યજીને પિતા ફરાર, આખી રાત યુવાનોએ આ રીતે બાળકને સાચવ્યો, જુઓ વીડિયો

Next Video