સુરક્ષિત ગુજરાત પર કલંક ! છેલ્લા કેટલાક વર્ષમાં દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાના આંકડા ચોંકાવનારા, જુઓ Video

|

Oct 08, 2024 | 10:14 AM

ગુજરાતમાં એક પછી દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. સભ્યસમાજને શર્મસાર કરતા નરાધમોને જાણે કોઈનો ડર જ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષેમાં થયેલા દુષ્કર્મની ઘટનાના આંકડા ચોંકાવનારા છે.

ગુજરાતમાં એક પછી દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. વડોદરા, સુરત, દાહોદ, મહેસાણા સહિતની કેટલીક ઘટનાઓએ લોકોને ચોંકાવી દીધા છે. સભ્ય સમાજને શર્મસાર કરતા નરાધમોને જાણે કોઈનો ડર જ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષેમાં થયેલા દુષ્કર્મની ઘટનાના આંકડા ચોંકાવનારા છે.

ગુજરાતમાં 4 વર્ષમાં કેટલા દુષ્કર્મની ઘટના બની ?

National Crime Records Bureau દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2019-20માં 2200 દુષ્કર્મની ઘટના બની હતી. જ્યારે 29 ગેંગ રેપની ઘટના નોંધાઈ હતી. વર્ષ 2020-21માં 2076 રેપની ઘટના બની હતી. 27 ગેંગ રેપની ઘટના બની હતી. જો વર્ષ 2022-23ની વાત કરીએ તો 2,209 રેપની ઘટના બની હતી. 2022 -23ના વર્ષમાં 36 ગેંગરેપ થયા હતા. જ્યારે 2023-24માં 2,095ની રેપની ઘટના બની હતી. તો 31 ગેંગ રેપના કેસ નોંધાયા હતા.

Next Video