બોલિવૂડ ડાયરેક્ટરનો 10000000 થી વધુની રકમનો ચેક બાઉન્સ, જામનગર કોર્ટે ફટકારી બે વર્ષની સજા, જુઓ Video

|

Feb 18, 2024 | 4:07 PM

બોલિવૂડ ના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચેક રિટર્ન થવાના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ દ્વારા ચેક રિટર્ન થવાની ફરિયાદ કરાઈ હતી. 1.1 કરોડના 10 ચેક રિટર્ન થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા અને બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

આ કેસની હકિક્ત એવી છે કે જામનગરના જાણીતા ઉધોગપતિ અને શીપીંગના વ્યવસાય સાથે સંકળાયેલા અશોક એચ.લાલને ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષી કે જે ધાયલ, દામીની જેવી હીટ ફિલ્મો બનાવેલ છે તેની સાથે મિત્રતા થતા અશોકભાઈએ રાજકુમારને ફિલ્મ નિર્માણમાં પૈસાની જરૂરત પડતા રૂપિયા એક કરોડ સંબંધના દાવે હાથ ઉછીના આપેલ હતા.જેની સામે રાજકુમાર પ્યારેલાલ સંતોષી એ 10 લાખ નો ચેક આપ્યો હતો.

જે ચેક નકકી કરેલ સમયમર્યાદામાં ફરીયાદીએ બેંકમાં ડીપોઝીટ કરતા તમામ ચેક ફંડસ ઈફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ પોતાના વકીલ પીયુપ વી. ભોજાણી દ્વારા ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ તથા વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા બદલ આઈ.પી.સી. 408 તથા 402 મુજબ લીગલ નોટીસ ફટકારી તેમ છતાં આરોપી દ્વારા કોઈ રકમ ચુકવવામાં ન આવતા ના છુટકે ફરીયાદીએ પોતાના કુલ મુખત્યાર દ્વારા જામનગરની કોર્ટમાં સને 2017 ની સાલમાં આરોપી વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ત્યારબાદ જે ચેક જે શહેરની બ્રાંચમાંથી આપવામાં આવેલ હોય તેજ શહેરમાં તે ચેક રીર્ટનની ફરીયાદ દાખલ થઈ શકે તેવો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા આરોપીએ પોતાની વિરૂધ્ધ દાખલ થયેલા તમામ કેસો મુંબઈ ટ્રાન્સફર કરવા અરજી કરેલ, જેની સામે ફરીયાદીના વકીલ દ્વારા જામનગરની અદાલતમાં જ આ કેસો ચલાવવા બાબતે સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી હતી.

આ તમામ બાદ કેસ લાંબો ચાલ્યા બાદ અંતે બોલિવૂડ ના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચેક રિટર્ન થવાના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. મહત્વનું છે કે 1.1 કરોડના 10 ચેક રિટર્ન થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા અને બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

Published On - 3:32 pm, Sat, 17 February 24

Next Article