Gujarati Video : રાજકોટમાં મહિલાના બિભસ્ત વીડિયો પોર્ન સાઈટ પર અપલોડ કરવાના કેસમાં મહિલાના પતિ અને સાસુ-સસરાના 3 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટના ભદ્ર વિસ્તારમાં એક મહિલાએ તેના પતિ અને સસરા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. મહિલાનો આક્ષેપ છે કે, રૂપિયા કમાવવા માટે તેના પતિ અને સસરાએ તેના બિસત્સ વીડિયો પોર્ન સાઇટ પર મુકી દીધા હતા.
Rajkot : રાજકોટમાં મહિલાના (Women) બિભસ્ત વીડિયો પોર્ન સાઈટ પર અપલોડ કરવાના કેસમાં મહિલાના પતિ અને સાસુ-સસરાના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ ટેક્નિકલ મુદ્દે તપાસ કરશે. જે સાઈટ પર વીડિયો અપલોડ કરાયા હતા તે અમેરિકાની હોવાનું સામે આવ્યું છે. અમેરિકાની આ વેબસાઈટ ભારતમાં માન્ય છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરશે. જો ભારતમાં તેની માન્યતા ન હોય તો સાઈટને બંધ કરાવવા પણ રિપોર્ટ કરાશે. તો બીજીતરફ કોલગર્લ અંગે પોલીસને હજુ કોઈ કડી મળી નથી.
મહત્વનું છે કે રાજકોટના ભદ્ર વિસ્તારમાં એક મહિલાએ તેના પતિ અને સસરા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. મહિલાનો આક્ષેપ છે કે, રૂપિયા કમાવવા માટે તેના પતિ અને સસરાએ તેના બિસત્સ વીડિયો પોર્ન સાઇટ પર મુકી દીધા હતા. પોલીસે આ મામલે આરોપીઓ સામે દુષ્કર્મ અને IT એક્ટની કલમો હેઠળ ગુનો પણ નોંધ્યો છે.