રાજકોટ વીડિયો : ભેળસેળિયા તત્વોએ લોકોની આસ્થા સાથે કર્યા ચેડાં, ફરાળી લોટના નમૂનાઓ ફેઈલ, 4 પેઢી સામે દાખલ કર્યો ગુનો
શ્રાવણમાં ઉપવાસનો અનેરો મહિમા હોવાથી હજારો લોકો ઉપવાસ કરે છે.પરંતુ ભેળસેળિયા તત્વોના પાપે ઉપવાસ કરનારાઓને નથી મળતું ઉપવાસનું ફળ.રાજકોટથી સામે આવેલા એક રિપોર્ટે ઉપવાસીઓને તો આઘાત પહોંચાડ્યો છે.સાથે જ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
ભેળસેળિયાઓ દ્વારા લોકોની આસ્થા સાથે કરાયેલા ચેડાં કર્યા હોવાનું સામે આવ્યુ છે.તો શ્રાવણમાં ઉપવાસનો અનેરો મહિમા હોવાથી હજારો લોકો ઉપવાસ કરે છે.પરંતુ ભેળસેળિયા તત્વોના પાપે ઉપવાસ કરનારાઓને નથી મળતું ઉપવાસનું ફળ.રાજકોટથી સામે આવેલા એક રિપોર્ટે ઉપવાસીઓને તો આઘાત પહોંચાડ્યો છે.સાથે જ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
શ્રાવણમાં ઉપવાસ કરનારાઓ ફરાળી લોટના માધ્યમથી પેટીસ સહિત અવનવી વાનગીઓ બનાવતા હોય છે.પરંતુ આ વાનગીઓ જેમાંથી બને છે તે મૂળ ફરાળી લોટ જ નકલી હોય તો ? કંઇક આવું જ બન્યું છે રાજકોટમાં બન્યુ હતું કે જ્યાં શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ એકમોમાંથી લેવામાં આવેલા ફરાળી લોટના નમૂનાઓ ફેલ થયા છે.વેપારી મોહિત ખીમજી પરમાર પાસેથી લેવામાં આવેલા ફરાળી લોટના નમૂના ફેલ થયા છે.
આ ઉપરાંત વિમલ નમકીન, રાધે કેટરર્સ, RS ગૃહ ઉદ્યોગના નમૂનાઓ પણ ફેલ થયા છે. ફરાળી લોટમાં ઘઉં અને મકાઇના સ્ટાર્ચનું મિશ્રણ કરવામાં આવતું હોવાનો ચકાસણી દરમિયાન ખુલાસો થયો છે.આરોગ્ય વિભાગ દ્વારા સરકારી લેબમાં ટેસ્ટ માટે નમૂનાઓ મોકલવામાં આવ્યા હતા. પરંતુ લેબમાં વર્કલોડના કારણે ટેસ્ટનો રિપોર્ટ આવવામાં વિલંબ થયો છે.