રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ હવે લડી લેવાના મૂડમાં, ફેરિયાઓના વિરોધમાં બંધ પાળીને દર્શાવ્યો વિરોધ- Video

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ અને છુટક ફેરિયાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. દિવાળી પહેલાથી વેપારીઓ ધર્મેન્દ્ર રોડ, લાખાજી રોડ પાસે રોડ પર બેસતા ફેરિયાઓનો વિરોધ કરી રહ્યા છે. હવે આ ફેરિયાઓના વિરોધમાં વેપારીઓએ બંધનું શસ્ત્ર ઉગામ્યુ છે.

| Edited By: | Updated on: Dec 23, 2025 | 6:01 PM

રાજકોટમાં શહેરની મુખ્ય બજારના વેપારીઓ અને ફેરિયાઓનો વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. વેપારીઓએ આજે બંદ પાળીને ફેરિયાઓ દ્વારા રસ્તા પર કરાતા દબાણ સામે વિરોધ વ્યક્ત કર્યો. આપને જણાવી દઈએ કે શહેરના હાર્દ સમા ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડની માર્કટમાં વેપારીઓની દુકાનોની બહાર રોડ પર આ ફેરિયાઓ દબાણ કરીને તેમનો માલ વેચવા બેસી જાય છે. જેના કારણે વેપારીઓને અને તેમના ગ્રાહકોને ભારે અગવડ પડે છે. દિવાળી સમયે પણ વેપારીઓ દ્વારા આ અંગે રજૂઆત કરાઈ હતી.

વેપારીઓનો દાવો છે કે માર્કેટમાં ફેરિયાઓના દબાણને કારણે તેમને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. અગાઉ પણ અનેકવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
પાલિકાના કમિશનર બદલાતા રહે છે પરંતુ, તેમની સમસ્યાનો ઉકેલ નથી આવતો. અનેક ફરિયાદ છતાં ફેરિયાઓની સામે કાર્યવાહી કરવાને બદલે વેપારીઓને જ રંજાડાતા હોવાના પણ આક્ષેપો ઊઠ્યા છે. ફેરિયાઓેએ જાણે માર્કેટને બાનમાં લઈ લીધી હોય તેમ તેઓ વેપારીઓની સામે થઈ ગયા છે અને ન્યુસન્સ ઉભુ કરી રહ્યા છે તેવો પણ આરોપ વેપારીઓ દ્વારા કરાયો છે.

અન્ય એક વેપારી અગ્રણીનું કહેવુ છે કે પહેલો ડંડો તો ફરિયાદીને જ મારવામાં આવે છે. જગ્યા રોકાણ ખાતાવાળાને જ્યારે ફરિયાદ કરવામાં આવે છે, તેનો ભોગ મોટા શોરૂમવાળા અને દુકાનદારો જ બને છે, આ ફેરિયાઓ સામે કોઈ પગલા લેવામાં આવતા નથી. વેપારીઓનો આક્ષેપ છે કે પાથરણા વાળા દુકાનોની આગળ જ બેસી જતા હોવાથી ગ્રાહકોને પણ દુકાનમાં પ્રવેશવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં. વેપારીઓને પણ નુકસાની સહન કરવાનો વારો આવે છે. ત્યારે માર્કેટને નો ફેરિયા ઝોન જાહેર કરવાની વેપારીઓની માગ છે. . જતો બીજી તરફ વેપારીઓના ઉગ્ર રોષને પગલે ધારાસભ્ય દર્શિતા શાહ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

લાખાજીરાજ ધર્મેન્દ્ર રોડ માર્કેટના વેપારીઓ અને ફેરીયાઓએ કોર્પોરેશનમાં રજૂઆત કરી જે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વેપારીઓના હીતમાં યોગ્ય નિર્ણય લેવાનું નિવેદન આપ્યું છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધીઓને કોણ મારી રહ્યુ છે? શું ચૂંટણીઓ ટાળવા માટેની આ યુનુસ ગેમ તો નથી?

Published On - 5:45 pm, Tue, 23 December 25