Rajkot: ધોરાજી શહેરના રસ્તાઓ બિસ્માર, શહેરીજનો પરેશાન

|

Aug 13, 2022 | 1:33 PM

Rajkot: ધોરાજી શહેરના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ખાડા અને ખાબોચિયા જોવા મળે છે. શહેરીજનો આ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતુ નથી, તંત્ર દ્વારા રસ્તાના સમારકામની કોઈ કામગીરી થતી નથી.

રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી (Dhoraji)શહેરના જાહેર રસ્તાઓ બિસ્માર બની ગયા છે. તંત્રની ઘોર બેદરકારીના પગલે રસ્તા પર ખાડા અને આ ખાડાઓમાં પાણી ભરાતા ખાબોચિયા જોવા મળે છે.  નાના મોટા ખાડામાં વરસાદી પાણી ભરાયેલુ રહે છે પરંતુ તંત્ર દ્વારા રસ્તાનું કોઈ રિપેરિંગ કામ કરાતુ નથી. ખાડા (Potholes) પુરવાની કે જ્યાં જ્યાં ખાબોચિયા છે ત્યાં માટી નાખવાની પણ કામગીરી થતી નથી. જેના કારણે વાહનચાલકોને ભારે હેરાનગતિ રહે છે, લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક સમયે જે માર્ગ પર સડસડાટ વાહનો દોડતા હતા એ માર્ગ હવે કમરતોડ બની ગયો છે.

તંત્ર મોટા અકસ્માતની રાહે હોય તેવી સ્થિતિ

અમારા સંવાદદાતા સમક્ષ વાહનચાલકોએ તેમની વ્યથા વ્યક્ત કરી કે તેઓ ખાડાના લીધે તે  અકસ્માતનો ભોગ બને છે. રોડ પર ખ્યાલ નથી રહેતો ક્યારે અચાનક ખાડો આવી જાય જેના કારણે કમરના દુ:ખાવા પણ વધ્યા છે.  વાહનચાલકો તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. શાળાએ જતા બાળકોની લઈને વૃદ્ધ સહિતના તમામ લોકોને હેરાનગતિ રહે છે.તો બીજી તરફ તંત્ર પણ જાણે મોટા અકસ્માતની રાહે હોય તેમ આંખ આડા કાન કરી રહ્યુ છે અને રોડનું સમારકામ કરાવવામાં આવતુ નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ધોરાજી શહેરના તમામ રસ્તાઓની આ જ દશા છે. જેના કારણે લોકોને ઘણી તકલીફ  પડે છે. જયારે શહેરીજનો રસ્તા પરના ખાડા ક્યારે પુરાશે તેની રાહ જોઇ રહ્યા છે.

Published On - 10:39 pm, Fri, 12 August 22

Next Video