રાજકોટનુ આધુનિક બસ પોર્ટ હવે આવારા તત્વોનો અડ્ડો બન્યુ છે. બસ પોર્ટના ચોથા માળ પર દારુડીયાઓએ અડ્ડો જમાવી દીધો છે. ચોથા માળે ચાર થી પાંચ સ્ક્રીનનુ મલ્ટીપ્લેક્ષ થીયેટર બનાવવાનુ હતુ.પરંતુ અહીં થીયેટરની મોજને બદલે દારુડીયાઓ પોતાની મોજ મનાવી રહ્યા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. ચોથા માળ પર દારુની ખાલી બોટલ અને બિયરના ટીનથી લઈને દારુની ખાલી કોથળીઓ જ પડેલી જોવા મળી રહી છે. આમ એસટી ડેપોમાં અસામાજીક તત્વોએ અડ્ડો જમાવી દીધુ હોય એમ જોવા મળી રહ્યુ છે.
તો બીજી તરફ બસ પોર્ટની સુરક્ષા સાચવતા એસટી ટ્રાફિક ઈન્સપેક્ટર મીડિયાને કહી રહ્યા છે કે, આ જગ્યા અમારી જવાબદારીમાં નથી.આવતી આ ખાનગી પ્રિમાઈસીસ જે તે એજન્સીને સોંપેલી છે. જે ખાનગી એજન્સીએ આ સ્થળની જાળવણી અને સુરક્ષા કરવાની હોય છે. પોલીસ કેસ કરવાથી લઈને તમામ કાર્યવાહી તેમના થકી જ કરવાની થતી હોય છે. બસ પોર્ટમાં 432 જેટલી દુકાનો આવેલી છે અને બીજી તરફ સુરક્ષાને લઈ ગંભીર બેદરકારી સમાન આ સ્થિતિ જોવા મળી રહી છે.
Published On - 6:44 pm, Sun, 20 August 23