Rajkot: રાજકોટમાં બંગાળી કારીગરોને કારણે સોની બજાર અસુરક્ષિત! ફરજીયાત રજીસ્ટ્રેશનની ઉઠી માંગ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 6:18 PM

રાજકોટમાં આતંકી પ્રવૃત્તી સાથે સંકળાયેલા ત્રણ શખ્શોની ગુજરાત ATS ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્શો રાજકોટ સોની બજારમાં કામ કરતા હતા. હવે સોની બજાર પર સવાલો ઉઠવા લાગ્યા છે. બંગાળી કારીગરોથી સોની બજાર અસુરક્ષીત હોવાના સવાલ થવા લાગ્યા છે.

 

રાજકોટમાં આતંકી પ્રવૃત્તી સાથે સંકળાયેલા ત્રણ શખ્શોની ગુજરાત ATS ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્શો રાજકોટ સોની બજારમાં કામ કરતા હતા. હવે સોની બજાર પર સવાલો ઉઠવા લાગ્યા છે. બંગાળી કારીગરોથી સોની બજાર અસુરક્ષીત હોવાના સવાલ થવા લાગ્યા છે. સોની બજારમાં કામ કરતા કારીગરોનુ કોઈ જ રજીસ્ટ્રેશન ફરજીયાત નહી હોવાને લઈ અસુરક્ષીતતા સર્જાઈ છે. ઘટના બાદ હવે બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશનની માંગ થવા લાગી છે. પ્રતિ વર્ષ કરોડો રુપિયાનુ સોનુ પણ બંગાળી કારીગરો ઉચાપત કરીને લઈ જતા હોય છે, જેનુ નુક્શાન સ્થાનિક વેપારીઓ વેઠવુ પડી રહ્યુ છે.

સોની બજારમાં 60 થી 70 ટકા કારીગરો બંગાળી છે, મોટા ભાગના કારીગરોનુ કોઈ જ રજીસ્ટ્રેશન કરવામાં આવતુ નથી. કેટલાક વેપારીઓ પણ વિગતો છૂપાવવા માટે આમ કરતા હોય છે. પરંતુ હવે વેપારીઓમાં પણ માંગ ઉઠી છે કે, કારીગરોનુ રજીસ્ટ્રેશન કરવામાં આવે. બંગાળી કારીગર એસોસિએશનના પ્રમુખ આલોકનાથ સાહૂએ ટીવી9 સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, આ માટે કારીગરો અને વેપારીઓ બંને જવાબદાર છે. સસ્તી મજૂરી મેળવા માટે ભૂલ કરવામાં આવતી હોય છે. જોકે આ માટે રજીસ્ટ્રેશન કરવુ જોઈએ, હાલમાં ફરજીયાત નહીં હોવાને લઈ આમ થઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: ટ્યુશન શિક્ષકે 2 સગીર વિદ્યાર્થીનીઓની રુમ બંધ કરી છેડતી કરી, ટોળા સામે એટ્રોસિટીની ફરિયાદ, ટીચરની ધરપકડ

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">