Rajkot : રાજ્યમા ખાતર કોઇ અછત નથી, કેન્દ્ર સરકાર તરફથી સાડા બાર લાખ ટન યુરિયા ખાતરનો જથ્થો મંજુર : રાઘવજી પટેલ

|

Dec 18, 2022 | 9:21 PM

ગુજરાતમા ખાતરની કોઈ અછત ન હોવાનું કૃષિપ્રધાને આશ્વાસન આપ્યુ છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.કેન્દ્ર સરકાર તરફથી સાડા બાર લાખ ટન યુરિયા ખાતર મંજુર થયુ છે..જો કે રવિ પાકની સીઝનને કારણે ખાતરની જરૂરિયાત વધુ છે.

ગુજરાતમા ખાતરની કોઈ અછત ન હોવાનું કૃષિપ્રધાને આશ્વાસન આપ્યુ છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.કેન્દ્ર સરકાર તરફથી સાડા બાર લાખ ટન યુરિયા ખાતર મંજુર થયુ છે..જો કે રવિ પાકની સીઝનને કારણે ખાતરની જરૂરિયાત વધુ છે. જેની સાથે જ આંતરરાષ્ટ્રીય કારણોથી ખાતરના ભાવમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતના ખેતી નિયામકે જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે હેઠળ સઘન આયોજન કરાયું છે.રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે,રાજ્યમાં મુખ્ય ખાતર તરીકે યુરિયા, ડી.એ.પી. અને એન. પી.કે.નો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ખાતર પર માતબર રકમની સબસીડી આપવામાં આવે છે.

ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાથી રવી ઋતુમાં વાવેતરમાં પણ વધારો થયેલ છે. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરીયાત હોઇ, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રવી/ઉનાળુ ઋતુ માટે યુરિયા 12.50 લાખ મે.ટન, ડી.એ.પી. 2.50 લાખ મે.ટન, એન.પી.કે. 2.85 લાખ મે.ટન તથા એમ.ઓ.પી. 60 હજાર મે.ટન જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે.

Next Video