રાજકોટમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં, હવે ડોર સ્ટેપ રસીકરણ શરૂ કર્યું

|

Oct 13, 2021 | 12:34 PM

રાજકોટમાં જે વ્યકિત વેક્સિન લેવા માંગે છે તેણે મનપાના કોલ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેની બાદ આરોગ્ય વિભાગની ટીમ ઘરે આવીને રસી આપશે

ગુજરાતમાં(Gujarat)કોરોનાની(Corona) ત્રીજી લહેરની નહિવત શક્યતા વચ્ચે રસીકરણ(Vaccination)અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં મોટાભાગના મહાનગરોમાં કોરોના વેક્સિનને લઇને કામગીરીને સઘન બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ ડૉર ટુ ડૉર કોરોના રસીકરણ અભિયાન હાથ ધર્યું છે.

જેમાં વરિષ્ઠ નાગરિક, સગર્ભા, દિવ્યાંગોને ઘરે જઈને રસીનો લાભ આપવા માટે આરોગ્ય વિભાગની 24 ટીમ કાર્યરત છે.આ ઉપરાંત જે વ્યકિત વેક્સિન લેવા માંગે છે તેણે મનપાના કોલ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેની બાદ આરોગ્ય વિભાગની ટીમ ઘરે આવીને રસી આપશે.તેમજ વૃદ્ધો, સગર્ભા કે દિવ્યાંગને સરળતાથી ઘરે રસી મળશે. આ ઉપરાંત બહાર જવાથી કોઈ જોખમ નહીં રહે.

દિવાળી પહેલા અમદાવાદ શહેરમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ જશે

આ ઉપરાંત કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન જરૂરી છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટે અલગ અલગ યોજના અને ઘર બેઠા વેક્સિનનો અભિગમ અપનાવ્યો છે. કોરોના વેક્સિનેશન મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તહેવારોમાં લોકો કોરોનાથી સુરક્ષિત રહેશે.

દિવાળી પહેલા અમદાવાદ શહેરમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ જશે. દશેરા સુધીમાં અમદાવાદમાં તમામ લોકોનો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ પૂર્ણ થઈ જશે. શહેરમાં 50 ટકાથી વધુ લોકોના બંને ડોઝ પુરા થઈ જતાં હવે પૂર્ણ વેક્સિનેટેડ છે. જેમના બીજો ડોઝ બાકી છે તેઓની યાદી તૈયાર કરી વેક્સિન પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : PM Gatishakti: પીએમ મોદીએ ગતિશકિત યોજનાને લોન્ચ કરી, દેશના વિકાસને આપશે વધુ વેગ

આ પણ વાંચો :અમદાવાદની ખાનગી કંપનીને પુરાતત્વ વિભાગે એનઓસી આપવાના મુદ્દે સીબીઆઇ એકશનમાં, નવ સ્થળે દરોડા પાડયા

Published On - 12:15 pm, Wed, 13 October 21

Next Video