AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: આરોગ્ય વિભાગે 140 કિલોથી વધુ શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપ્યો, સેમ્પલની ચકાસણી બાદ થશે કાર્યવાહી

Rajkot: આરોગ્ય વિભાગે 140 કિલોથી વધુ શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપ્યો, સેમ્પલની ચકાસણી બાદ થશે કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 2:36 PM
Share

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમને માવાનો જથ્થો જોતા જ શંકા પડી કે આ માવો વનસ્પતિ ઘીમાંથી બનાવવામાં આવ્યો છે. આ માવો ડુપ્લીકેટ હોવાની શંકાના આધારે માવાને જપ્ત કરવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના આરોગ્ય વિભાગે (Department of Health) મોટી કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગે 140 કિલો શંકાસ્પદ માવા (Suspicious mava)નો જથ્થો ઝડપી પાડ્યો છે. આ માવાના સેમ્પલ લઇ તેની ચકાસણી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોરબંદર તરફથી માવાનો જથ્થો લઇને કુતિયાણા આવી રહેલી ગાડીને રોકી હતી, અંદાજે 140 કિલો માવાનો જથ્થો પોરબંદરથી કુતિયાણા આવી રહ્યો હતો. આરોગ્ય વિભાગે માવો શંકાસ્પદ જણાતા આ તમામ માવાના જથ્થાને જપ્ત કર્યો છે. તેમજ તેના સેમ્પલ લેવાની કામગીરી શરુ કરી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમને માવાનો જથ્થો જોતા જ શંકા પડી કે આ માવો વનસ્પતિ ઘીમાંથી બનાવવામાં આવ્યો છે. આ માવો ડુપ્લીકેટ હોવાની શંકાના આધારે માવાને જપ્ત કરવામાં આવ્યો છે. ગાડી ચલાવનારને આ અંગે પુછપરછ કરતા આ માવો પોરબંદરના મરમથ ગામના હિરેન મોઢાના દ્વારા મોકલાયો હોવાની માહિતી મળી છે. આ માવો રાજકોટ અને તેની આસપાસના શહેરમાં મોકલવા માટે પોરબંદરથી રવાના થયો હતો.

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે આ માવાને ઝડપીને તેના સેમ્પલ લઇને તેની ચકાસણી કરવાની કામગીરી હાથ ધરી છે. સેમ્પલમાં માવો નકલી જણાશે તો માવો મોકલનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચો-

Ahmedabad: ધંધુકામાં યુવકની હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ, રવિવારે ધંધુકા બંધની જાહેરાત

આ પણ વાંચો-

Rajkot: તલાટીની બદલી થતાં પડવલા ગામના લોકોમાં રોષ, સરપંચ સહિતના લોકોએ ગ્રામપંચાયતને તાળાબંધી કરી

g clip-path="url(#clip0_868_265)">