Ahmedabad: ધંધુકામાં યુવકની હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ, રવિવારે ધંધુકા બંધની જાહેરાત

આ તરફ બોટાદના બરવાળા શહેરમાં પણ બંધનું એલાન કરાયું છે. બરવાળામાં હિન્દુ સમાજ દ્વારા બંધનું એલાન અપાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 8:17 AM

Ahmedabad: ધંધુકામાં (Dhandhuka) કિશન ભરવાડ હત્યા (Murder) કેસમાં જેમ જેમ પોલીસ તપાસ આગળ વધતી જઈ રહી છે તેમ તેમ એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. વિવાદીત પોસ્ટના (Controversial post) કારણે કિશનની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણની ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપીઓના 9 દિવસના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ શરૂ કરાઈ છે તો સમગ્ર મામલાને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. હત્યાની ઘટનાના વિરોધમાં રવિવારે ધંધુકા બંધનું એલાન કરાયું છે.

અમદાવાદના ધંધુકામાં માલધારી સમાજના યુવકની હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. હત્યાની ઘટનાના વિરોધમાં રવિવારે ધંધુકા બંધની જાહેરાત કરી છે. ધોળકા વિશ્વ હિન્દૂ પરિષદ ધોળકા પ્રખંડ દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે. જેને ધંધુકાના વેપારીઓએ પણ સમર્થન જાહેર કર્યું છે તો આ તરફ બોટાદના બરવાળા શહેરમાં પણ બંધનું એલાન કરાયું છે. બરવાળામાં હિન્દુ સમાજ દ્વારા બંધનું એલાન અપાયું છે.

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં જેમ જેમ પોલીસ તપાસ આગળ વધતી જઈ રહી છે તેમ તેમ એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. હત્યા કેસમાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટ કરાઈ હતી. જે બાદ વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટને લઈ વિવાદ થયો હતો અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હત્યા કરી દેવામાં આવી હતી.

મૃતકના પરિવારજનોને મળ્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ કહ્યું હતુ કે આ હત્યા એક ષડયંત્ર છે, યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મૌલવીએ યુવાનોને રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા હતા.

આ પણ વાંચો- ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ I-Create ની મુલાકાતે, ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન કર્યુ

આ પણ વાંચો- અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુખ સુવિધા માટે અનેક આકર્ષણો ઉમેરાયા

Follow Us:
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">