Rajkot: તલાટીની બદલી થતાં પડવલા ગામના લોકોમાં રોષ, સરપંચ સહિતના લોકોએ ગ્રામપંચાયતને તાળાબંધી કરી

Rajkot: તલાટીની બદલી થતાં પડવલા ગામના લોકોમાં રોષ, સરપંચ સહિતના લોકોએ ગ્રામપંચાયતને તાળાબંધી કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 6:47 AM

બે દિવસ પૂર્વે રાજકોટ જિલ્લામાં 22 જેટલા તલાટીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં જ અલગ અલગ તાલુકામાં તલાટીઓની બદલી કરવામાં આવી હતી.

રાજકોટ (Rajkot)ના પડવલા ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તલાટી મંત્રી (Talati mantri) રવિ જોશીની બદલીના વિરોધમાં લોકોએ પડવલા ગ્રામ પંચાયત (Padvala grampanchayat) કચેરીને તાળાબંધી કરી. અહીંના સરપંચ મજબૂતસિંહ જાડેજા સહિતના ગ્રામજનોએ મળી કચેરીને તાળા મારી દીધા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી મંત્રીની કામગીરી ખુબ જ સારી છે. પરંતુ રાજકીય કિન્નાખોરીના કારણે તેમની બદલી કરવામાં આવી છે.

બે દિવસ પૂર્વે રાજકોટ જિલ્લામાં 22 જેટલા તલાટીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં જ અલગ અલગ તાલુકામાં તલાટીઓની બદલી કરવામાં આવી હતી. પરંતુ તે બદલીમાં પણ સરકારના મંત્રીઓ ભાગ બજાવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. પડવલા ગામના તલાટી રવિ જોશીની જેતપુર તાલુકામાં બદલી કરવામાં આવી હતી. જેનાથી ગામના લોકોમાં રોષ જોવા મળતા ગામના લોકો, ઉદ્યોગપતિઓ તથા સરપંચ દ્વારા ગ્રામપંચાયતને તાળાબંધી કરી વિરોધ પ્રદશન કર્યું હતું.

રાજકોટથી 15 કિમી દૂર આવેલા પડવલા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા રવિ જોશીની જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામ ખાતે બદલી કરવામાં આવી હતી અને પડવલા ગામ ખાતે રાજ્યના મંત્રીની ભલામણ થકી અન્ય તલાટીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પડવલા ગામના સરપંચ મજબૂતસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર તલાટી રવિ જોશી ચાર મહિનાથી ફરજ બજાવતા હતા અને પડવલા ગામમાં રોડ, રસ્તા, પાણી, લાઈટ, ક્રિકેટ ગ્રાઉન્ડ જેવા અનેક કામો કર્યા હતા. અચાનક બદલી કરાતા ગામ લોકો, ઉદ્યોગપતિઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને જેથી ગ્રામપંચાયતને તાળાબંઘી કરી વિરોધ પ્રદશન કર્યું હતું.

ગામના સરપંચ મજબૂતસિંહે જણાવ્યું હતું કે આઝાદીથી આજ સુધી ગામમાં સરપંચની ચૂંટણી થઈ નથી. તેમણે આક્ષેપ કર્યો તે રાજકીય કિન્નાખોરીથી તલાટીની બદલી કરવામાં આવી છે. બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરના જણાવ્યા અનુસાર ગામલોકોની સમસ્યા આવતા ડીડીઓને બદલી અંગે વાત કરવામાં આવી છે. જો કે વાતની જાણ થતા જ રવિ જોશીની જેતપુર બદલી કરવામાં આવી હતી, જેમાં બદલાવ કરી હડમતાળા ખાતે બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો- અમેરિકા-કેનેડા બોર્ડર પર 4 લોકોના મોત પરથી પડદો ઉંચકાયો, કેનેડા પોલીસે ચારેય ડિંગુચાના પટેલ પરિવાર હોવાની પુષ્ટિ કરી

આ પણ વાંચો- અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુખ સુવિધા માટે અનેક આકર્ષણો ઉમેરાયા

g clip-path="url(#clip0_868_265)">