Rajkot: મનપાના એન્જિનિયરે કેમ ટુંકાવ્યું પોતાનું જીવન? ડેમમાં કુદતા પહેલા ફોન પર કરી હતી આ રીતે વાત

|

Dec 31, 2021 | 9:41 AM

Rajkot: રાજકોટ મહાનગરપાલિકાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરે આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે આપઘાતના કારણોને લઈને પણ અટકળો ચાલી રહી છે.

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાના (RMC) એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરે આપઘાત (Suicide) કરતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ મનપાની ઈસ્ટ ઝોન કચેરી ખાતે ફરજ બજાવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પરેશ જોશીએ (Paresh Joshi) ન્યારી ડેમમાં (Nyari Dam) ઝંપલાવી આત્મહત્યા કરી છે. પરેશ જોશીએ અગમ્ય કારણોસર ન્યારી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે.

ઉપરી અધિકારીઓ આપતા હતા પ્રેશર?

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને ફાયર બ્રિગેડની ટીમ ડેમમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર  પરેશ જોશીને ઉપલા અધિકારીઓ કોઈને કોઈ મુદ્દે ખખડાવતા હોવાનું કહેવામાં આવ્યું છે. તો અહેવાલમાં જણાવ્યું છે કે એક સીસી રોડના કામનું જ્યારે જ્યારે એજન્સી દ્વારા બિલ મુકવામાં આવતું હતું ત્યારે ત્યારે અધિકારીઓ તેમને ઠપકો આપતા હતા.

છેલ્લે ફોન પર ઉશ્કેરાઈને કરતા હતા વાત

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર ન્યારી ડેમના ચીકીદારે જણાવ્યું કે તેની ડ્યુટીના સમયે સાંજે ત્યાં એક કાર આવે છે. કારચાલક ફોન પર કોઈ સાથે વાત કરે છે. ફોનમાં તેઓ જોરજોરથી બોલતા હોવાની વાતનો ઉલ્લેખ અહેવાલમાં કરવામાં આવ્યો છે. બાદમાં આ વ્યક્તિ કારમાંથી ઉતારીને ડેમમાં ઝંપલાવી દે છે. પરેશ જોશી ફોનમાં જોરજોરથી કોઈ સાથે વાત કરતા હોવાનો ઉલ્લખ પણ અહેવાલમાં કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, શું ગુજરાતના વેપારીઓનો વિરોધ રંગ લાવશે?

આ પણ વાંચો: દાહોદના આદિવાસી યુવાનોએ મુંડન કરાવીને કર્યો વિરોધ, પોલીસ અધિકારી સામે આ બાબતે કડક કાર્યવાહી કરવા માગ

Next Video