Rajkot : રાજકોટના ધોરાજીમાં એક જ દિવસમાં આભ ફાટ્યું અને બધુ જ બરબાદ થઈ ગયું છે. રાજકોટના ધોરાજીમાં (Dhoraji) મેઘરાજાએ સર્જેલી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલે એટલે કે મંગળવારે વરસેલા અનરાધાર વરસાદના (Rain) કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. 12 ઈંચ વરસાદ ખાબકતાં લોકોના ઘરોમાં કેડસમા અને ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. આજે પાણી ઓસરતાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ભયાનક છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી લોકોએ સરકાર પાસે મદદની માગ કરી છે.
ઘરવખરી, અનાજ, કપડાં સહિત મોટાભાગનો સામાન પલળી ગયો છે. હવે તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી. અનેક ગરીબ પરિવારો નોંધારા બની ગયા છે. આકાશી આફત સામે લોકો નિઃસહાય છે. ગરીબ પરિવારોને સરકારી તંત્રની કોઈ જ સહાય નથી મળી. જેના કારણે ખાવું તો શું ખાવું અને જવું તો ક્યાં જવું તે મોટો સવાલ છે. લોકોને ખાવાના પણ ફાંફા છે. દ્રશ્યોમાં મેઘરાજાએ સર્જેલી તબાહીના દ્રશ્યો જોઈને કલ્પના કરી શકાય છે કે ધોરાજીના આ પરિવારનો અત્યારે કેવી દયનીય પરિસ્થિતિમાં જીવન ગુજારવા મજબૂર બન્યા છે.
રાજકોટ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો