Breaking News : રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી, એરપોર્ટ ફાટક પાસે ટ્રેન ઉભી હોવા છતાં ફાટક ખુલ્લું રહ્યું, જુઓ Video

Breaking News : રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી, એરપોર્ટ ફાટક પાસે ટ્રેન ઉભી હોવા છતાં ફાટક ખુલ્લું રહ્યું, જુઓ Video

| Updated on: Sep 01, 2026 | 7:38 PM

રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી સામે આવી છે. એરપોર્ટ ફાટક પાસે ટ્રેન ઉભી હોવા છતાં ફાટક ખુલ્લું રહ્યું, જેના કારણે લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા.

રાજકોટમાં રેલવે સલામતીને લઇને ગંભીર સવાલો ઉભા કરતો એક વીડિયો સામે આવ્યો છે. શહેરના એરપોર્ટ ફાટક નજીક ટ્રેન ઉભી હોવા છતાં રેલવે ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેના કારણે લોકો ભારે જોખમ વચ્ચે ફાટક ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ દ્રશ્યોએ રેલવે વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ સર્જ્યા છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં અને વિવાદ વધતા રેલવે વિભાગ દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર, રેલવે સ્ટેશનમાં ટ્રેન માટે જગ્યા ઉપલબ્ધ ન હોવાથી ટ્રેનને લાલ સિગ્નલ આપવામાં આવ્યું હતું અને સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાયેલી હતી. વિભાગે બચાવ કરતા જણાવ્યું કે, લોકોને વધુ પરેશાની ન થાય તે માટે રેલવે ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

જોકે, ટ્રેન નજીક ઉભી હોવા છતાં ફાટક ખુલ્લું રાખવાની આ સ્થિતિમાં મુસાફરોની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપનને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ રેલવે સુરક્ષાના પાસાઓ પર ફરીથી વિચારણા કરવાની જરૂરિયાત દર્શાવી છે.

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી આવતા ખાદ્ય સુરક્ષા પર સવાલો, જુઓ Video

Published on: Sep 01, 2026 07:37 PM
Follow Us
Loading...
Unable to load recommendations.